24 પરમેશ્વર બાબીલોન શહેરને ઈ હાટુ દંડ દેહે, કેમ કે એણે આગમભાખીયાઓને, અને બીજા બધાય લોકોને જે પરમેશ્વરનાં છે અને બધાય જગતના લોકોને મારી નાખવામા ગુનેગાર હતા.
ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમને અફસોસ છે! કેમ કે, તમે ધોળી કબર જેવા છો, જે બારેથી રૂપાળી દેખાય છે હારી, પણ અંદર મરેલાના હાડકા અને બધોય ખરાબો ભરેલો છે.
તમારા વડવાઓએ દરેક આગમભાખીયાઓને સતાવ્યા, જેને પરમેશ્વરે મોકલા હતા. તેઓએ ઈ આગમભાખીયાઓને મારી નાખ્યા જેણે મસીહ જે ન્યાયી છે એના આવવાની આગમવાણી કરી અને હવે તમે એને પકડનારા અને મારી નાખનારા બની ગયા.
જઈ બે સાક્ષી પરમેશ્વરનાં સંદેશાનો પરચાર કરી નાખશે, તો ઈ હિંસક પશુ જે ઊંડાણના ખાડામાથી નિકળશે, ઈ બેય લોકોની હારે બાધશે, તેઓને હરાયશે અને તેઓને મારી નાખશે.
અને મે જોયુ કે, ઈ બાય પરમેશ્વરનાં લોકોના લોહીના નશામા હતી, એટલે ઈ લોકોને જેને લોકોએ મારી નાખ્યા હતાં કેમ કે, ઈ ઈસુ ઉપર ભરોસો કરતાં હતા; જેથી હું બોવજ નવાય પામ્યો.
કેમ કે, એના ન્યાય સુકાદા હાસા અને લાયક છે, એણે પ્રખ્યાત વેશ્યાનો ન્યાય કરયો કેમ કે, એણે જગતના લોકોને પાપ કરવા હાટુ પ્રભાવિત કરયા. પરમેશ્વરે એનો બદલો લીધો છે, કેમ કે એના ચાકરોની વેશ્યા દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી.”