Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 18:23 - કોલી નવો કરાર

23 ન્યા ફરીથી કોય દીવો નય હળગે. ફરીથી કોય દિવસ વર અને એની કન્યાની ખુશીનો અવાજ નય આવે. પરમેશ્વર તમારા શહેરનો નાશ કરી નાખશે કેમ કે, તામારાં વેપારી જગતમાં બધાયથી મહાન માણસો હતા. તમે બધાય મંડળીના લોકોને દગો દેવા હાટુ મેલી વિદ્યાનો ઉપયોગ કરયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 18:23
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

એણે એને ઘણાય દિવસોથી નવાય પામડી દીધી હતી, ઈ હાટુ બધાય એને બોવ માનતા હતા.


તઈ પરમેશ્વરે ઈ મોટા અજગરને અને એના દુતોને પૃથ્વી ઉપર ફેકી દીધા, હવે આ મોટો અજગર ઈ જ છે જે ઘણાય વખત પેલા એરુના રૂપમા દેખાતો હતો, જેને શેતાન કે આરોપ લગાડનારો પણ કેવામા આવે છે, આ ઈ જ છે જે આ જગતના લોકોને દગો દેતો આવ્યો છે.


પૃથ્વીના રાજાઓએ એની હારે છીનાળુ અને મૂર્તિપૂજક રૂપે કામ કરયુ છે. પૃથ્વીના લોકોએ હોતન એવી રીતે છીનાળુ કરયુ. આ એવુ હતું; જેમ કે એણે દ્રાક્ષારસ પીધો હોય જે એણે એને દીધો.”


એના માથા ઉપર એક નામ લખેલુ હતું જેનો એક ગુપ્ત અરથ હતો જે આ રીતે હતો “હું મહાન શહેર બાબિલોન છું હું બધીય વેશ્યાઓની મા છું” જે જગતની બધીય ખરાબ વસ્તુઓની મુળ જગ્યા છું


તમારા શહેરમાં હવે પછી કોય વીણા વગાડનારા, ગાનારા, વાહળી વગાડનારા કે રણશિંગડું વગડવાનો હાદ નય હંભળાય. ન્યા વસ્તુ બનવા હાટુ કોય પણ કુશળ કારીગર નય દેખાય. ન્યા મિલોમા ફરીથી કોયદી ઘંટીઓમા અનાજ દળવા હાટુ લોકો નય હોય.


આ ઈ કારણે થાહે કેમ કે, ઈ બાયે જે બાબીલોન શહેર છે, દરેક રાજ્યોના બધાય લોકોને ઈ દ્રાક્ષારસ પીધો છે જે એની મૂર્તિઓનુ ભજન છે, આખી પૃથ્વીના રાજા એના ભુંડા કામોમા ભેગા છે. પૃથ્વીના વેપારીઓ ઈ બાયની વૈભવી વસ્તુઓની ઈચ્છાના લીધે ધનવાન થય ગયા છે.


અને પૂથ્વીના રાજા જેઓએ એની હારે છીનાળવા અને દેહિક ઈચ્છાઓ પુરી કરી, જઈ ઈ શહેરના હળગતા ધુવાડાને જોહે તઈ તેઓ એની હાટુ રોહે અને હોગ કરશે.


પણ જે સતાવણીની બીકથી મને છોડી દેય છે અને મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે એને ગંધકની આગમાં ફેકી દેવામાં આયશે, એવી જ રીતે એને પણ જે ભુંડુ કરે છે અને હત્યાઓ કરે છે અને છીનાળવાઓ કરે છે અને પોતાના સાથીઓની હારે મેલી વિદ્યા કરે છે અને મૂર્તિનું ભજન કરે છે અને બધુય ખોટુ બોલનારા એને પણ ગંધકની આગમાં નાખી દેવામાં આયશે, આને જ બીજુ મોત કેવાય છે.”


પણ જે લોકો શરમજનક કામો, મેલી વિદ્યા, છીનાળવા, હત્યા, મૂર્તિનું ભજન કરે છે અને જે દરેક પરકારનું ખોટુ ઈચ્છે છે અને એવુ કામ કરે છે ઈ લોકો કોયદી પણ શહેરમાં અંદર નય આવી હકે.


હવે રાત નય પડે અને શહેરના લોકોને દીવો અને સુરજના અજવાળાની જરૂરિયાત નય પડે, કેમ કે, પરમેશ્વર પોતે એની ઉપર સમકશે, તેઓએ સદાય રાજાઓના રૂપમા રાજ્ય કરયુ.


પરિણામ દ્વારા, પૃથ્વીના બધાય લોકો, જેમા રાજા, પ્રધાનો, સરદારો, માલદારો, શૂરવીરો, દરેક ગુલામ અને જે ગુલામ નથી એવા લોકો ડુંઘરાઓની ગુફાઓ અને ખડકોની વસે જયને હતાણા,


તેઓએ લોકોની હત્યાઓ કરવાનું, જાદુ ટોણા કરવાનું છીનાળવા કરવાનું અને સોરી કરવાનું નો છોડયુ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ