17 એણે પોતાની બધીય મિલકત અસાનક જ ખોય નાખી છે.” અને વહાણના બધાય ખલાસી, ઈ બધાય લોકો જે વહાણથી યાત્રા કરે છે, અને ઈ બધાય જે દરિયામાંથી પોતાની આજીવિકા કમાય છે, બાબીલોનથી બોવ જ આઘા ઉભા રયને જોતા રયા.
જે દસ શિંગડા તે પેલા જોયા હતાં, તેઓ ઈ દસ રાજાઓને દર્શાવે છે જેઓએ હજી હુધી રાજ્ય કરવાનું સાલું નથી કરયુ, ઈ દસ રાજાઓને ઈ હિંસક પશુની હારે ભળીને રાજ્ય કરવાનો અધિકાર આપવામા આયશે, પણ એનુ રાજ્ય દિવસના થોડાક વખત હાટુ રેહે.
ઈ વખતે આયશે જઈ હિંસક પશુ ઈ દસ રાજાઓની હારે જે એની હારે છે, ઈ વેશ્યાને ધિક્કારશે જે એની ઉપર બેઠી છે, તેઓ એની ઉપર હુંમલો કરશે અને એનો નાશ કરશે, અને એને આખીય બાળી નાખશે.
તેઓએ પોતાનુ દુખ બતાવવા હાટુ પોતાના માથા ઉપર ધૂળ નાખી અને રોતા અને હોગ કરતાં રાડ નાખીને કેહે કે, “હાય! હાય! મોટા નગર, જેના વહાણોના બધાય માલીક ઈ શહેરની મિલકતને લીધે ધનવાન થય ગયા, અને હવે ખાલી એક કલાકમાં જ આ બધુય અલોપ થય જાહે.”