તઈ આત્માની મદદથી સ્વર્ગદુત મને વગડામાં લય ગયો, આત્માએ મને પોતાના નિયંત્રણમાં કરી લીધો અને ન્યા મે એક બાયને જોય, જે એક હિંસક પશુ ઉપર બેઠીતી, જે લાલ રંગનો હતો. એના હાત માથા અને દસ શીંગડા હતાં, એના દેહ ઉપર ઈ નામો લખેલા હતાં, જે પરમેશ્વરનું અનાદર કરે છે,
આ બાયે જાંબુડી અને લાલ લુગડા પેરેલા હતા. એણે પોતાના દેહને હોનાના ઘરેણા, કિંમતી પાણાઓ અને મોતીઓથી શણગારેલો હતો. એના જમણા હાથમા દારૂનો ભરેલો એક હોનાનો પ્યાલો પકડેલો હતો, જે એના ખરાબ કામો અને છીનાળવા દેખાડે છે.
તેઓએ પોતાનુ દુખ બતાવવા હાટુ પોતાના માથા ઉપર ધૂળ નાખી અને રોતા અને હોગ કરતાં રાડ નાખીને કેહે કે, “હાય! હાય! મોટા નગર, જેના વહાણોના બધાય માલીક ઈ શહેરની મિલકતને લીધે ધનવાન થય ગયા, અને હવે ખાલી એક કલાકમાં જ આ બધુય અલોપ થય જાહે.”