આ શિક્ષકો લાલસુ હશે અને તેઓ બનાવટી વાર્તાઓ હંભળાવીને તમને વિશ્વાસ દેવરાયશે, જેથી તમારી પાહેથી વસ્તુઓ મેળવી હકે, પરમેશ્વરે ઘણાય વખત પેલા જ નક્કી કરી લીધુ હતું કે, ઈ તેઓને દંડ દેહે, અને ઈ એવુ કરવા હાટુ તૈયાર છે, ઈ પાક્કી રીતે એનો નાશ કરી દેહે.
ઈ એને કેહે કે, “જે બધીય વસ્તુઓને જેને તુ ગમાડતી હતી ઈ હવે નથી, ઈ બધીય ભીની સુંગધિત વસ્તુઓ જે તને ગમતી હતી, ઈ બધીય વસ્તુઓ જેને તુ તારા દેહને સુંદર બનવવા હાટુ ઉપયોગમા લેતી હતી, ઈ બધીય ખોવાય ગય, ઈ હવે મળતી નથી.”