Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 17:8 - કોલી નવો કરાર

8 આ હિંસક પશુ જેને તે હમણા જોયો, એક વખતે જીવતો હતો, પણ હવે જીવતો નથી, ઈ ઊંડાણના ખાડામાથી બારે આવવાનો છે, અને પરમેશ્વર એને પુરી રીતેથી નાશ કરી નાખશે, પૃથ્વી ઉપર રેનારા લોકો જેના નામ પરમેશ્વરે જગત બન્યા પેલા જીવનની સોપડીમા નથી લખ્યા, તેઓ બધાય નવાય પામશે, જઈ તેઓ આ પશુને જોહે, જે એક વખતે ઈ જીવતો હતો, હવે ઈ જીવતો નથી, પણ ઈ પાછો આયશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 17:8
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ હું, રાજા પોતાની જમણી બાજુના લોકોને કેય કે, મારા બાપના આશીર્વાદિત લોકો આવો અને ઈ રાજ્યના અધિકારીઓ થાવ, જે જગતની શરૂઆત અગાવ તમારી હાટુ તૈયાર કરેલું છે.


તો પણ હરખાવમાં, કેમ કે, મેલી આત્માઓ તમારા હુકમને માને છે, પણ એને લીધે કે, તમારા નામ સ્વર્ગમા લખેલા છે, એને લીધે હરખાઓ.”


મેલી આત્માઓએ ઈસુને બોવ વિનવણી કરી કે, “અમને આ ઊંડાણ ખાયમાં જાવા હાટુ હુકમ નો કર.”


હે બાપ, હું ઈચ્છું કે, જેઓને તે મને આપ્યુ છે, જ્યાં હું છું, ન્યા તેઓ પણ મારી હારે રય કે, તે મારી ઈ મહિમાને જોય, જે તે મને આપી છે, કેમ કે તે જગતની ઉત્પન થયા પેલા મને પ્રેમ કરયો છે.


આ ઈ જ પરભુ કેય છે, જે જગત બનાવ્યા પેલાથી જ આ વાતોને પરગટ કરતો આવ્યો છે.”


જેમ કે, જગતની સૃષ્ટિની શરૂઆત પેલા જ મસીહની હારે આપડી એકતાના કારણે પરમેશ્વરે આપણને પોતાના થાવા હાટુ ગમાંડ્યા. જેથી આપડે એના પ્રેમમાં પવિત્ર અને દોષ વગરના થય હકી.


તઈ તેઓ પરમેશ્વરની હારે સદાય હાટુ રેવાની આશા રાખે છે, કેમ કે, પરમેશ્વર કોયદી ખોટુ બોલતા નથી, એણે જગતને બનાવા પેલાથી જ અનંતકાળના જીવનનો વાયદો કરયો હતો કે, એના લોકો સદાય હાટુ જીવતા રેહે.


પરમેશ્વરે એને આવું કરવા હાટુ જગતની રસના કરયા પેલા જ ગમાડી લીધો. પણ પરમેશ્વરે એને તમારી હામે હવે પરગટ કરયો, જઈ જગત જલદી જ નાશ થય જાહે.


જઈ બે સાક્ષી પરમેશ્વરનાં સંદેશાનો પરચાર કરી નાખશે, તો ઈ હિંસક પશુ જે ઊંડાણના ખાડામાથી નિકળશે, ઈ બેય લોકોની હારે બાધશે, તેઓને હરાયશે અને તેઓને મારી નાખશે.


જે હિંસક પશુ ઘણાય વખત પેલા રેતો હતો અને આ વખતમાં નથી ઈ જ આઠમો રાજા છે પણ ઈ આઠમો રાજા પેલાના હાત રાજામાથી એક છે અને છેલ્લે આ રાજાને પરમેશ્વર પાકી રીતે સદાય હાટુ દંડ દેવા આયશે.


પૃથ્વીના રાજાઓએ એની હારે છીનાળુ અને મૂર્તિપૂજક રૂપે કામ કરયુ છે. પૃથ્વીના લોકોએ હોતન એવી રીતે છીનાળુ કરયુ. આ એવુ હતું; જેમ કે એણે દ્રાક્ષારસ પીધો હોય જે એણે એને દીધો.”


પછી તેઓએ શેતાનને જેણે આ બધાય લોકોને ભરમાવા હતાં, ઈ જગ્યાએ ફેકી દીધો જ્યાં આગ ગંધકથી હળગે છે; ઈ એવી જગ્યાએ હશે જ્યાં તેઓએ પેલાથી જ હિંસક પશુને અને ખોટા આગમભાખીયાઓને ફેકી દીધા હતા. તેઓ રાત-દિવસ સદાસર્વકાળ રીબાયા કરશે.


અને મે મરેલા લોકોને ઈ રાજગાદી હામે ઉભેલા જોયા એટલે ઈ જે મહત્વના છે અને મહત્વ વગરના છે ઈ લોકો જે દરિયામાં ડૂબીને મરયા હતાં અને કબરોના બધાય મરેલા લોકો, અને ઈ બધાય લોકો અધોલોક જગ્યાએ હતાં ઈ બધાય ઈ રાજગાદી હામે ઉભા હતાં, ઈ સોપડી ખોલવામાં આવી જેમાં ઈ લોકોના નામ લખેલા હતાં, જેની પાહે ઈ જીવન હતું જેનો કોય અંત નથી. ઈ સોપડી પણ ખોલવામાં આવી જેમાં લોકોએ જે કાય કરયુ હતું ઈ લખવામાં આવ્યું હતું અને દરેકે જે કાય કરયુ હતું ઈ પરમાણે એનો ન્યાય કરવામા આવ્યો, જે ઈ સોપડીમા લખવામાં આવ્યું હતું.


કેમ કે, તે ધીરજથી સહન કરવાની મારી આજ્ઞાનું પાલન કરયુ છે, હું તને આખા જગતમાં આવનારા પરીક્ષણના વખતથી પણ આઘો રાખય, જે પૃથ્વી ઉપર રેનારાનુ પરીક્ષણ કરશે.


જે કોય પણ ભુંડાય કરવાથી રાજી નથી થાતો એને પણ એની જેમ ધોળા લુગડા પેરાવામાં આયશે, હું એનુ નામ ઈ સોપડીમાથી નય મટાડય, જેમાં પરમેશ્વરે ઈ લોકોના નામ લખ્યા છે, જેને અનંતજીવન મળશે, હું મારા બાપની હામે અને એના સ્વર્ગદુતોની હામે આ જાહેર કરય કે ઈ મારા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ