17 કેમ કે, પરમેશ્વરે પોતાની ઈચ્છા પુરી કરવાના હેતુથી એના મનમા આવા વિસાર નાખશે, જ્યાં હુધી પરમેશ્વરનાં વચન પુરા નો થય જાય, ન્યા હુધી તેઓ પોતાનુ રાજ્ય હિંસક પશુને આપી દેહે.
કેમ કે, હું તમને કવ છું કે, શાસ્ત્રમા લખેલુ છે કે, “ઈ ગુનેગારોની હારે ગણવામાં આવ્યો, ઈ વચન મારામાં પુરું થાવુ જરૂરી છે કેમ કે, જે પણ મારી વિષે લખેલી વાતો છે, ઈ પુરી થાય છે.”
હું તમારા બધાયના વિષે નથી કેતો, હું જાણું છું કે, કોને-કોને ગમાડીયા છે, પણ એવુ ઈ હાટુ થાય છે કે, શાસ્ત્રમા લખેલુ છે ઈ પુરું થાય કે, જેણે મારી હારે ખાવાનું ખાધું, એણેજ મને દગાથી પકડાવો છે.
ઈ હાટુ સિપાયોએ એકબીજાને કીધું કે, “આપડે એને નો ફાડીયે, પણ એની હાટુ સિઠ્ઠી નાખી આ કોને મળે.” આ ઈ હાટુ થયુ કે, શાસ્ત્રમા લખેલુ છે ઈ પુરું થાય, “તેઓએ મારા લુગડાને એક બીજાએ ભાગ પાડી લીધા અને ઝભ્ભા હાટુ સિઠ્ઠી નાખી.”
પણ જઈ હાતમા સ્વર્ગદુતે સંદેશ આપવાના દિવસોમાં, જઈ ઈ રણશિંગડું વગાડવા ઉપર થાહે, તઈ પરમેશ્વરની ઈ યોજના પુરી થય જાહે જે એણે પોતાના આગમભાખીયાઓને બતાવી હતી જે એની સેવા કરતાં હતાં પણ બીજા લોકોને નોતી બતાવી.
એની પછી મે આભમાં એક જુદી નિશાની જોય જો કે બોવ જ અદભુત અને બોવ જ નવાય પમાડે એવી હતી, ન્યા હાત સ્વર્ગદુત હતાં જે હાત જુદી-જુદી રીતની આફતો લીધેલા હતાં, આ આફતો છેલ્લી છે કેમ કે, જઈ ઈ પુરી થય જાહે તઈ પરમેશ્વરનો ગુસ્સો પુરો થય જાહે.
તઈ સ્વર્ગદુતે મને કીધું કે, “આ લખ કે, તેઓ આશીર્વાદિત છે, જે ઘેટાનાં બસ્સાના લગનના જમણવારમાં નોતરવામાં આવ્યા છે.” પછી એણે મને કીધું કે, “આ વાતુ જે પરમેશ્વરે કીધી છે હાસી છે.”
તઈ એમાંથી દરેકને એક સફેદ લુગડા આપવામાં આવ્યા, અને પરમેશ્વરે એને કીધું કે, થોડીકવાર હુધી આરામ કરો, કેમ કે અત્યારે પણ તમારા થોડાક સાથી કામદારો અને તમારા સાથી વિશ્વાસી લોકો છે જેને તમારી જેમ જ મારી નાખવામાં આયશે, જઈ મરી જનારાઓની સંખ્યા પુરી થય જાહે, તઈ જ હું બદલો લેય.