ખાલી આટલું જ કરો કે, તમારો વેવાર મસીહના હારા હમાસારની લાયક બને. જેથી ગમે તો હું આવીને તમને જોવ, કા નો પણ આવું, તમારી વિષે ઈ હાંભળુ કે, તમે એક મનથી અને એક આત્માથી હારા હમાસારના વિશ્વાસ હાટુ મેનત કરતાં રયો છો.
ઈ બધાય ઘેટાના બસ્સાની હારે યુદ્ધ કરશે, પણ ઘેટાનું બસુ એને હરાવી દેહે, કેમ કે, ઈ પરભુઓનો પરભુ અને રાજાઓનો રાજા છે, ઈ એને પોતાના બોલાવેલા, ગમાડેલા અને વિશ્વાસુ અનુયાયીઓની હારે હરાવી દેહે.
કેમ કે, પરમેશ્વરે પોતાની ઈચ્છા પુરી કરવાના હેતુથી એના મનમા આવા વિસાર નાખશે, જ્યાં હુધી પરમેશ્વરનાં વચન પુરા નો થય જાય, ન્યા હુધી તેઓ પોતાનુ રાજ્ય હિંસક પશુને આપી દેહે.