10 તેઓ હાત રાજા છે અને એનામાંથી પાસ તો પેલા જ મરી ગયા છે અને એનામાંથી એક અત્યારે રાજા છે અને છેલ્લો હજી નથી આવ્યો, પણ જઈ ઈ આયશે તો ઈ ખાલી થોડાક વખત હાટુ રાજ કરશે.
એણે ઈ તાકાતનો ઉપયોગ જે એને ઈ પશુ દ્વારા આપવામા આવી હતી. જેનો જીવ વયો જાય એવો ઘા રૂઝાય ગયો એણે જગતના બધાય લોકોને પરાણે ઈ પેલા હિંસક પશુનુ ભજન કરવાનું કીધુ.
મે ઈ હિંસક પશુના એક માથા ઉપર એક ઘાવનું નિશાન જોયુ, જે એનુ મરવાનું કારણ બની હકતું હતું, પણ ઘાવ મટી ગયુ હતુ, ઈ હાટુ પૃથ્વીના બધાય લોકો સોકી ગયા અને હિંસક પશુની પાછળ હાલવા લાગ્યા.
જે હિંસક પશુ ઘણાય વખત પેલા રેતો હતો અને આ વખતમાં નથી ઈ જ આઠમો રાજા છે પણ ઈ આઠમો રાજા પેલાના હાત રાજામાથી એક છે અને છેલ્લે આ રાજાને પરમેશ્વર પાકી રીતે સદાય હાટુ દંડ દેવા આયશે.
ઈ વખતે આયશે જઈ હિંસક પશુ ઈ દસ રાજાઓની હારે જે એની હારે છે, ઈ વેશ્યાને ધિક્કારશે જે એની ઉપર બેઠી છે, તેઓ એની ઉપર હુંમલો કરશે અને એનો નાશ કરશે, અને એને આખીય બાળી નાખશે.