“અને સુરજ, સાંદો અને તારાઓમાં એક ઘટના જોવા મળશે, અને જમીન ઉપર દેશ અને જાતિના લોકો ઉપર સંકટ થાહે; કેમ કે, તેઓ દરિયામાં તોફાનો અને હોનારત જેવું ચાલુ થયેલા જોયને, ગભરાય જાહે.
તઈ જ એક બીજો સ્વર્ગદુત જે વેદી ઉપર આગથી ધૂપ હળગાવવાની જવાબદારી નિભાવે છે, એણે જોરથી રાડ નાખીને ઈ સ્વર્ગદૂતને કીધુ કે, “પૃથ્વી ઉપર દ્રાક્ષના ઝૂમખા પાકી ગયા છે, જેની પાહે તેજ ધારદાર દાતેડુ હોય તેઓ પોતાના દાતેડાથી કાપી લેય.”
પછી સોથા સ્વર્ગદુતે રણશિંગડું વગાડુ, તઈ સુરજનો ત્રીજો ભાગ, અને સાંદાનો ત્રીજો ભાગ અને તારાઓના ત્રીજા ભાગ હારે કાક ભટકાણુ, જેથી એનો ત્રીજો ભાગ અંધકારરૂપ થયો. દિવસનો ત્રીજો ભાગ અને રાતનો ત્રીજો ભાગ અંજવાળા વગરનો થય ગયો.