હું, યોહાન, આ પત્ર તમને હાતેય મંડળીઓના વિશ્વાસીઓ હાટુ લખી રયો છું, જે આસિયા પરદેશમા આવેલી છે, હું પ્રાર્થના કરું છું કે તમને પરમેશ્વર તરફથી કૃપા અને શાંતિ મળે, આ ઈ જ પરમેશ્વર છે; જે વખતની શરુઆતથી લયને અત્યાર હુધી અને સદાય હાટુ નથી બડલાતા, અને પરમેશ્વરની રાજગાદીની હામે જે હાત આત્માઓ છે એની તરફથી.
પરમેશ્વર જાહેર કરે છે કે, “હું આલ્ફા છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હુ જ ઓમેગા છું, જે બધીય વસ્તુઓનાં અંતનુ કારણ બનય. હુ ઈ જ છું; જે હાજર છે, જે સદાયથી હાજર હતો, અને જે સદાય હાજર રેહે. હું ઈ જ છું; જે બધીય વસ્તુઓ ઉપર અને બધાય લોકો ઉપર રાજ્ય કરું છું.”
આમ કેવા લાગ્યા કે, “હે સર્વશક્તિશાળી પરભુ પરમેશ્વર, જે છે, અને જે હતો, અમે હાસીન તારો આભાર માની છયી કેમ કે, તે હવે પોતાનુ મહાન સામર્થ્ય દેખાડયુ છે અને ઈ હવે પૃથ્વી ઉપર પોતાનુ રાજ્ય સાલું કરી દીધુ છે.
કેમ કે, એના ન્યાય સુકાદા હાસા અને લાયક છે, એણે પ્રખ્યાત વેશ્યાનો ન્યાય કરયો કેમ કે, એણે જગતના લોકોને પાપ કરવા હાટુ પ્રભાવિત કરયા. પરમેશ્વરે એનો બદલો લીધો છે, કેમ કે એના ચાકરોની વેશ્યા દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી.”
અને સ્યારેય જીવતા પ્રાણીઓની છ-છ પાંખુ હતી, એની ઉપર બધીય જગ્યાએ આંખુ હતી ન્યા હુધી કે, એની પાંખોની નીસે હોતન આખું હતી, અને તેઓ રાત-દિવસ આરામ કરયા વગર આ કેતા રેય છે કે, “પવિત્ર, પવિત્ર, પવિત્ર પરભુ પરમેશ્વર, જે સર્વશક્તિશાળી છે, જે હતાં, અને જે છે, અને જે આવનાર છે.”