20 ઈ વખતે, દરિયાના બધાય ટાપુ અસાનક અલોપ થય ગયા અને હવે ડુંઘરાઓ પણ સપાટ જમીન થય ગયા.
એની પછી તેઓએ બધાય ટાપુના શહેરોમાં યાત્રા કરી, અને છેલ્લે ઈ પાફોસ શહેરમાં પુગ્યા. ન્યા એને વસ્સે ઈસુ નામનો એક યહુદી માણસ મળીયો, જે જાદુગર અને ખોટો આગમભાખીયો હતો.
પછી મે ધોળી રાજગાદી જોય જેની ઉપર પરમેશ્વર બેઠો હતો, પણ જ્યાં પરમેશ્વર બેઠો હતો, ન્યાંથી પૃથ્વી અને આભ પુરેપુરા ગાયબ થય ગયા અને પછી કોય એને જોય હકા નય.
આભ ઈ સોપડીની જેમ અલોપ થય ગયુ જેને લપેટી લેવામા આવ્યું હોય, અને બધાય ડુંઘરાઓ અને દરીયામાના બધાય ટાપુઓ પોતાની જગ્યાથી હલી ગયા.