પ્રકટીકરણ 16:14 - કોલી નવો કરાર14 આ મેલી આત્માઓની પાહે સમત્કાર કરવાની તાકાત હતી અને તેઓએ જયને ઈ લોકોને ભેગા કરયા જે આ જગતના બધાય દેશોમાં રાજ કરતાં હતાં જેથી તેઓ સર્વશક્તિશાળી પરભુ પરમેશ્વરનાં મહાન દિવસે એની વિરુધ યુદ્ધ કરવા હાટુ જાય. အခန်းကိုကြည့်ပါ။ |
જઈ હજાર વરહ પુરા થાહે તો સ્વર્ગદુત શેતાનને જ્યાં ઈ બંધાયેલો છે ન્યાથી છોડી દેહે અને ઈ એવા દેશોને દગો દેવા હાટુ બારે આવી જાહે જે આખા જગતમાં ફેલાયેલા છે આ દેશનાં લોકોને ગોગ અને માગોગ કેવામાં આવે છે, શેતાન એને બધાયને એક જગ્યાએ ભેગા કરશે જ્યાં ઈ યુદ્ધ કરશે, ઈ ઘણાય બધાય હશે જેમ કે, દરિયાની રેતીની જેમ એને કોય ગણી નય હકે.