12 છઠ્ઠા સ્વર્ગદુતે પ્યાલાની વસ્તુ બોવ જ મોટી નદી યુફ્રેટિસ ઉપર રેડી દીધી, આ કારણે ઈ નદીનું પાણી હુકાય ગયુ, જેથી ઉગમણી દિશાનો રાજા પોતાની સેનાને લયને ઈ નદીને પાર કરી હકે.
આ બીજી આફત વય ગય છે અને જોવો ત્રીજી આફત જલ્દી આવનાર છે.
પછી એણે મને કીધું કે, “જે પાણી તે જોયું જેની ઉપર વેશ્યા બેઠી છે, તેઓ લોકોની મંડળી, જાતિ, દેશ અને ભાષાઓને દર્શાવે છે.
અને અવાજે છઠ્ઠા દુતને કીધુ જેણે રણશિંગડું પકડુ હતુ “હવે ઈ સ્યારેય દુતોને ખોલી નાખો જે યુફ્રેટિસ નામની મોટી નદીના કિનારા ઉપર બાંધેલા હતા.”