Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 15:4 - કોલી નવો કરાર

4 હે પરભુ, બધાય તમારીથી બીહે અને તમારુ સન્માન કરશે કેમ કે, તમે એકલા જ પવિત્ર છો. બધીય રીતના લોકો આયશે અને તમારુ ભજન કરશે, કેમ કે, તમે દેખાડું છે કે તમે બધાયનો ન્યાય હાસી રીતે કરયો છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 15:4
44 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને પાછુ બિનયહુદી લોકો પણ એની દયાને લીધે પરમેશ્વરની મહિમા કરે, ઈ હાટુ મસીહ ઈસુ પરમેશ્વરનાં હાસને લીધે સુન્નતીઓના ચાકર થયા. શાસ્ત્રમા લખેલુ છે કે, ઈ કારણ હાટુ હું બિનયહુદીઓમાં તમારી મહિમા કરય અને તમારા નામનું ગીત ગાય.


પવિત્ર બનો, કેમ કે, શાસ્ત્રમા લખેલુ છે કે, પરમેશ્વરે કીધું છે, “તમારે પવિત્ર થાવુ જોયી કેમ કે, હું પવિત્ર છું”


તઈ હાતમા સ્વર્ગદુતે પોતાનુ રણશિંગડું વગાડુ અને મોટા અવાજો સ્વર્ગમા બોલ્યા અને કીધું કે, “જગતનુ રાજ્ય આપડા પરભુ પરમેશ્વર અને એના મસીહનું રાજ્ય બની ગ્યુ છે અને ઈ સદાય હાટુ રાજ્ય કરશે.”


એણે મોટી હાક મારીને કીધુ કે, “પરમેશ્વરથી બીવો, અને એને માન આપો કેમ કે, હવે લોકોનો ન્યાય કરવાનો વખત છે, એનુ ભજન કરો કેમ કે, આ ઈ જ છે જેણે આભ, પૃથ્વી, દરીયો અને પાણીના ઝરણાની રસના કરી છે.”


મે ઈ સ્વર્ગદુતને જેને પાણીની ઉપર અધિકાર છે પરમેશ્વરથી કેતા હાંભળ્યું, “હે પરમેશ્વર, તમે હાજર છો અને સદાય હાજર રેહો. તમે પવિત્ર છો. તમે લોકોના પક્ષપાત વગરના ન્યાયાધીશ છો.


મે ફરીથી કોકને વેદીમાથી બોલતા હાંભળ્યો કે, “હાં, હે સર્વશક્તિશાળી પરભુ પરમેશ્વર, ખરેખર માણસજાત ઉપર તારો ન્યાયસુકાદો હાસો અને ન્યાયી છે.”


કેમ કે, એના ન્યાય સુકાદા હાસા અને લાયક છે, એણે પ્રખ્યાત વેશ્યાનો ન્યાય કરયો કેમ કે, એણે જગતના લોકોને પાપ કરવા હાટુ પ્રભાવિત કરયા. પરમેશ્વરે એનો બદલો લીધો છે, કેમ કે એના ચાકરોની વેશ્યા દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી.”


પરમેશ્વરે એને સોખા સમકદાર મખમલથી બનેલા લુગડા પેરવા હાટુ દીધા છે; ઈ મખમલી લુગડા પરમેશ્વરનાં લોકોના ન્યાયપણાના કામ દેખાડે છે.


ફિલાડેલ્ફિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, “આ સંદેશો એની તરફથી છે જે પવિત્ર અને હાસથી છે, ઈ જેની પાહે દાઉદનાં રાજ્ય ઉપર અધિકાર છે, જો ઈ કમાડ ખોલે છે, તો કોય પણ એને બંધ નથી કરી હક્તો અને જો ઈ એને બંધ કરી દેય, તો કોય પણ એને ખોલી નથી હકતો.”


અને સ્યારેય જીવતા પ્રાણીઓની છ-છ પાંખુ હતી, એની ઉપર બધીય જગ્યાએ આંખુ હતી ન્યા હુધી કે, એની પાંખોની નીસે હોતન આખું હતી, અને તેઓ રાત-દિવસ આરામ કરયા વગર આ કેતા રેય છે કે, “પવિત્ર, પવિત્ર, પવિત્ર પરભુ પરમેશ્વર, જે સર્વશક્તિશાળી છે, જે હતાં, અને જે છે, અને જે આવનાર છે.”


તેઓએ જોરથી રાડ નાખીને પરમેશ્વરને કીધું કે, “હે પરભુ, પવિત્ર અને હાસા, તુ પૃથ્વી ઉપર રેનારા ઈ ખરાબ લોકોને દંડ આપવામાં આટલી બધીય વાર કેમ લગાડ છો? અમે વિનવણી કરી છયી કે, તુ ઈ લોકોના વર્તનનો બદલો લે, જેણે અમારી હત્યા કરી નાખી હતી.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ