Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 15:3 - કોલી નવો કરાર

3 ઈ એવી રીતેથી એક ગીત ગાતા હતાં જેમ પરમેશ્વરનાં ચાકર મુસાએ બોવ પેલા ગાયુ હતુ. ઈ ઘેટાના બસ્સાનુ ભજન કરવા હાટુ આ પરકારે ગાય: “પરભુ પરમેશ્વર, જે દરેક વસ્તુ ઉપર શાસન કરે છે, તમે જે કાય કરો છો ઈ શક્તિશાળી છે અને અદભુત છે! તમે સદાય ન્યાયી અને હાસુ કામ કરો છો. તમે બધાય મંડળીના લોકો હાટુ સદાય રાજા છો!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 15:3
49 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે યહુદીઓનુ નિયમશાસ્ત્ર મુસા દ્વારા દેવામાં આવ્યું, અને પરમેશ્વરે ઈસુ મસીહ દ્વારા કૃપા અને હાસાય દેખાડી.


હવે અનંતકાળનો રાજા, જેનો કોય દિ વિનાશ થાતો નથી, જે દેખાતો નથી, અને ખાલી એક જ પરમેશ્વર છે એને અનંતકાળ માન અને મહિમા હોય, આમીન.


મુસા તો પરમેશ્વરનાં ઘરના બધાય લોકોને ઈ કેવા હાટુ ચાકરની જેમ વિશ્વાસુ રેય કે, પરમેશ્વર રીતી-રિવાજો અને નિશાની જેમ વાતોનો અરથ આવનારા વખતમાં પરગટ કરશે.


પરમેશ્વર જાહેર કરે છે કે, “હું આલ્ફા છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હુ જ ઓમેગા છું, જે બધીય વસ્તુઓનાં અંતનુ કારણ બનય. હુ ઈ જ છું; જે હાજર છે, જે સદાયથી હાજર હતો, અને જે સદાય હાજર રેહે. હું ઈ જ છું; જે બધીય વસ્તુઓ ઉપર અને બધાય લોકો ઉપર રાજ્ય કરું છું.”


આમ કેવા લાગ્યા કે, “હે સર્વશક્તિશાળી પરભુ પરમેશ્વર, જે છે, અને જે હતો, અમે હાસીન તારો આભાર માની છયી કેમ કે, તે હવે પોતાનુ મહાન સામર્થ્ય દેખાડયુ છે અને ઈ હવે પૃથ્વી ઉપર પોતાનુ રાજ્ય સાલું કરી દીધુ છે.


1,44000 લોકો એક નવું ગીત ગાય રયા હતાં, જઈ ઈ રાજગાદી, સ્યાર જીવતા પ્રાણીઓ, અને વડીલોની હામે ઉભા હતાં. ખાલી 1,44000 લોકો, જેને ઘેટાના બસ્સાએ પૃથ્વીના લોકોની વસ્સેથી છોડાવ્યા હતાં, ઈ ગીતને શીખી હકતા હતાં. કોય બીજા ઈ ગીતને શીખી હકતા નોતા.


એકબીજા સ્વર્ગદુતે એની પછી આવીને કીધું કે, “બોવ જ ખરાબ શહેર બાબિલોનનો હવે પુરી રીતે નાશ થય ગયો છે! બાબિલોને બધીય જાતિના લોકોને એની હારે છીનાળવાની વાસનામાં રસા-પસા રાખ્યા. બેબીલોન એની જેવું છે જે બીજાઓને પીવા હાટુ ખુબ જ દ્રાક્ષારસ આપે છે!”


ઈ બધાય ઘેટાના બસ્સાની હારે યુદ્ધ કરશે, પણ ઘેટાનું બસુ એને હરાવી દેહે, કેમ કે, ઈ પરભુઓનો પરભુ અને રાજાઓનો રાજા છે, ઈ એને પોતાના બોલાવેલા, ગમાડેલા અને વિશ્વાસુ અનુયાયીઓની હારે હરાવી દેહે.


અને એના લુગડા અને હાથળ ઉપર આ નામ લખેલુ છે કે, “રાજાઓનો રાજા અને પરભુઓનો પરભુ.”


કેમ કે, એના ન્યાય સુકાદા હાસા અને લાયક છે, એણે પ્રખ્યાત વેશ્યાનો ન્યાય કરયો કેમ કે, એણે જગતના લોકોને પાપ કરવા હાટુ પ્રભાવિત કરયા. પરમેશ્વરે એનો બદલો લીધો છે, કેમ કે એના ચાકરોની વેશ્યા દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી.”


અને સ્યારેય જીવતા પ્રાણીઓની છ-છ પાંખુ હતી, એની ઉપર બધીય જગ્યાએ આંખુ હતી ન્યા હુધી કે, એની પાંખોની નીસે હોતન આખું હતી, અને તેઓ રાત-દિવસ આરામ કરયા વગર આ કેતા રેય છે કે, “પવિત્ર, પવિત્ર, પવિત્ર પરભુ પરમેશ્વર, જે સર્વશક્તિશાળી છે, જે હતાં, અને જે છે, અને જે આવનાર છે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ