Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 15:2 - કોલી નવો કરાર

2 તઈ મે કાક જોયું જે દરિયાની જેવું દેખાતું હતું અને કાસની જેમ સમકતું હતું અને એમા આગ હોતન ભળેલી હતી, મે ઈ લોકોને પણ જોયા જે હિંસક પશુથી હારા નય, તેઓએ પશુની અને એની મૂર્તિનું ભજન નોતું કરયુ, અને એની ઉપર હિંસક પશુના નામની સંખ્યાની નીશાની નોતી લગાડી, ન્યા ઈ દરિયાની પાહે ઉભો હતો અને ઈ બધાએ એક વીણા પકડી હતી જે પરમેશ્વરે તેઓને આપી હતી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 15:2
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

“હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે.


આ હેરાનગતિઓનો ધ્યેય ઈ દેખાડવાનો છે કે, શું તમે હાસીન પરમેશ્વર ઉપર ભરોસો કરો છો. ઈસુ મસીહમા તમારો વિશ્વાસ હોના કરતાં વધારે કિંમતી છે. જેવી રીતે નાશવંત હોનાને આગમાં પારખવામા આવે છે અને શુદ્ધ કરવામા આવે છે, એવી જ રીતે જો તમારો વિશ્વાસ આગની પરીક્ષાઓ દ્વારા પારખા પછી પણ મજબુત રેય છે, તો આ ઈ દિવસે તમને બોવ જ વખાણ, મહિમા અને માન દેહે, જઈ ઈસુ મસીહ પાછો આયશે.


તમને જેને હું પ્રેમ કરું છું, નવાય નો પામતા ઈ દુઃખદાયક વસ્તુઓના લીધે જેનાથી તમને પીડા છે કેમ કે, તમે મસીહના છો. ઈ વસ્તુઓ તમારી પરીક્ષા લય રય છે જેમ લોકો ધાતુને આગમાં નાખીને પરીક્ષણ કરે છે એવુ નો વિસારો કે, તમારી હારે કાક નવું થય રયું છે.


આપડા વિશ્વાસીઓએ શેતાન ઉપર જીત મેળવી છે, તેઓને એણે ઘેટાના બસ્સાના લોહીના સામર્થ્યથી હરાવ્યા છે, જે એને એના પાપોથી છોડાવવા હાટુ મરી ગયો હતો, તેઓએ એને હરાવી દીધો કેમ કે, તેઓએ આ અપનાવવાનુ સાલું રાખ્યુ કે ઘેટાનુ બસુ એનો પરમેશ્વર હતો, ન્યા હુધી કે એને હેરાન કરીને, મારી નાખવામા આવ્યો, પણ તેઓ પોતાને ઈ અપનાવવા હાટુ પાછા નો હટયા.


મે એક હિંસક પશુને દરીયામાંથી નીકળતા જોયો, જેને દસ શીંગડા અને હાત માથા હતાં, અને એના હાતેય માથા ઉપર હાત રાજમુગટ હતાં, અને દરેક માથા ઉપર પરમેશ્વરની વિરુધ નિંદા કરનારું એક નામ લખેલુ હતું.


એણે આ સમત્કાર પેલા હિંસક પશુ તરફથી કરયા. આવુ કરવાથી એણે પૃથ્વીના લોકોને દગો દીધો, તો તેઓએ વિસારુ કે આપડે પેલા હિંસક પશુનુ ભજન કરવુ જોયી. પણ આવુ ઈ હાટુ થયુ કેમ કે, પરમેશ્વરે આવુ થાવા દીધુ. બીજા હિંસક પશુએ પૃથ્વી ઉપર રેનારા લોકોને પેલા હિંસક પશુની આગેવાની કરવા હાટુ એક મૂર્તિ બનાવવાનુ કીધુ, ઈ જે જીવતો હતો, જો કે કોયે એને એક તલવારથી મારી નાખ્યો હતો.


એણે એવુ ઈ હાટુ કરયુ જેથી કોય પણ માણસ કાય પણ વેસી કે, લય નો હકે, જો એની ઉપર પેલા હિંસક પશુના નામની છાપ કે એના નામને દેખાડનારી સંખ્યા છાપેલી નો હોય.


કોટ મોઘા પાણાથી બનાવવામા આવ્યો હતો, જેને યાસપિસ કેવામાં આવતો હતો શહેર હોનાથી બનાવવામા આવ્યું હતુ, જે સોખ્ખા કાસની જેવુ સમકદાર હતુ.


એની પછી, રાજગાદીની હામે કાક હતું જો કે બરફની જેમ સોખા કાસથી બનેલા દરીયા જેવું દેખાતું હતું, અને આ મોટી રાજગાદી ઈ બધાયની એકદમ વસે હતી અને એની સ્યારેય બાજુ મે સ્યાર જીવતા પ્રાણીઓ જોયા, જેની આગળ-પાછળ બોવજ આખું હતી.


જઈ એણે સોપડી લય લીધી, તો ઈ સ્યારેય જીવતા પ્રાણી અને સોવીસ વડીલો ઘેટાના બસ્સાની હામે દંડવત સલામ કરયા, દરેક વડીલે એક વીણા અને હોનાથી બનેલો પ્યાલો પકડેલો હતો, પ્યાલો ધૂપથી ભરેલો હતો જે ઈ લોકોની પ્રાર્થનાઓને દેખાડે છે જે પરમેશ્વરની સેવા કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ