એને પીડાદેનારી આગનો ધુવાડો સદાય હાટુ ઉપરની બાજુએ ઉઠશે. પરમેશ્વર એને સતત રાત-દિ પીડા દેહે. આ ઈ લોકોની હારે થાહે જે પેલા હિંસક પશુ અને એની મૂર્તિનું ભજન કરે છે કા જે એના નામને એની ઉપર લખવાની છૂટ આપે છે.
ઈ હાટુ પેલા સ્વર્ગદુતે જયને પ્યાલાની વસ્તુને પૃથ્વી ઉપર રેડી દીધી. લોકો ઉપર ભયાનક અને દુઃખદાયક ઘાવ દેખાણા જેની ઉપર હિંસક પશુએ પોતાની છાપ લગાડી હતી, અને એની ઉપર જેઓએ એની મૂર્તિનું ભજન કરયુ હતું.