Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 14:7 - કોલી નવો કરાર

7 એણે મોટી હાક મારીને કીધુ કે, “પરમેશ્વરથી બીવો, અને એને માન આપો કેમ કે, હવે લોકોનો ન્યાય કરવાનો વખત છે, એનુ ભજન કરો કેમ કે, આ ઈ જ છે જેણે આભ, પૃથ્વી, દરીયો અને પાણીના ઝરણાની રસના કરી છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 14:7
44 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ તમે જાગતા રયો કેમ કે, મારો પાછા આવવાનો વખત તમે જાણતા નથી.


આ એક જ બિનયહુદી માણસ હતો; જે પરમેશ્વરનો આભાર માનવા હાટુ પાછો આવ્યો! એની સિવાય બીજો કોય પાછો આવ્યો નય!”


“હે લોકો તમે શું કરો છો? અમે તો તમારી હામે સુખ દુખ ભોગવનારા માણસો છયી, અને તમને હારા હમાસાર હંભળાવી છયી કે, તમે આ ખરાબ વસ્તુઓથી અલગ થયને જીવતા પરમેશ્વરની પાહે આવો, જેણે આભ, ધરતી, દરિયો, અને જે કાય એમાનું છે ઈ બધુય બનાવ્યું.


બધીય વાતોનો અંત પાહે આવી ગયો છે, એટલે તમે સંયમી થાવ અને સાવધાન રયો, જેથી તમે પ્રાર્થના કરી હકો.


ઈ વખતે યરુશાલેમ શહેરમાં એક મોટો ધરતીકંપ થ્યો અને શહેરના મહેલોનો દસમો ભાગ નાશ થય ગયો અને ઈ ધરતીકંપથી 7,000 લોકો મરી ગયા અને જે લોકો બસી ગયા હતાં તેઓ ગભરાયને રોવા લાગ્યા અને ઈ પરમેશ્વરની મહાનતાની મહિમા કરવા લાગ્યા જે સ્વર્ગમા છે.


ઈ લોકો જે તારી ઉપર વિશ્વાસ નથી કરતાં બોવજ ગુસ્સે છે, કેમ કે, હવે ઈ વખત આવી ગયો છે કે તારો ગુસ્સો એના ઉપર આવે, અને ઈ વખત કે, તુ મરેલાનો ન્યાય કર. હવે ઈ વખત પણ છે જઈ તુ ઈ આગમભાખીયાઓને વળતર દેય જે તારી સેવા કરે છે અને ઈ બધાય લોકોને જે તને માન આપે છે, ઈ જે નબળા છે અને જે શક્તિશાળી છે જઈ કે ઈ જ વખતે તુ એને નાશ કરી દેય જેણે પૃથ્વી ઉપર વિનાશ કરયો છે.”


હે પરભુ, બધાય તમારીથી બીહે અને તમારુ સન્માન કરશે કેમ કે, તમે એકલા જ પવિત્ર છો. બધીય રીતના લોકો આયશે અને તમારુ ભજન કરશે, કેમ કે, તમે દેખાડું છે કે તમે બધાયનો ન્યાય હાસી રીતે કરયો છે.”


માણસજાતી આ તેજ ગરમીથી બળી ગય અને તેઓએ પરમેશ્વર વિષે ભુંડી વાતુ કીધી કેમ કે, ઈ જ હતો; જેની પાહે ઈ દંડ ઉપર અધિકાર હતો તેઓએ હજી પણ પોતાના પાપોથી પસ્તાવો નો કરયો તેઓએ હજી પણ પરમેશ્વરની મહિમાનો સ્વીકાર નો કરયો.


અને એની પીડાની બીકના મારા તેઓ બોવ છેટા ઉભા રેયને કેહે કે, “હે મોટા શહેર બાબિલોન! હે દ્રઢ નગર, હાય! હાય! પરમેશ્વરનો ન્યાય તારી ઉપર અસાનક આવી ગયો છે.”


એણે પોતાની બધીય મિલકત અસાનક જ ખોય નાખી છે.” અને વહાણના બધાય ખલાસી, ઈ બધાય લોકો જે વહાણથી યાત્રા કરે છે, અને ઈ બધાય જે દરિયામાંથી પોતાની આજીવિકા કમાય છે, બાબીલોનથી બોવ જ આઘા ઉભા રયને જોતા રયા.


તેઓએ પોતાનુ દુખ બતાવવા હાટુ પોતાના માથા ઉપર ધૂળ નાખી અને રોતા અને હોગ કરતાં રાડ નાખીને કેહે કે, “હાય! હાય! મોટા નગર, જેના વહાણોના બધાય માલીક ઈ શહેરની મિલકતને લીધે ધનવાન થય ગયા, અને હવે ખાલી એક કલાકમાં જ આ બધુય અલોપ થય જાહે.”


અને પછી મે કોયને બોલતા હાંભળો અને એવુ લાગ્યું; જેમ ઈ અવાજ પરમેશ્વરની રાજગાદીમાંથી આવ્યો હોય, એણે કીધું કે, “હે મારા પરમેશ્વરનાં ચાકરો અને તમે જે એને માન આપો છો, ભલે નાના દરજાના હોવ કે મોટા દરજાના હોવ, પરમેશ્વરની સ્તુતિ કરો.”


“અમારા પરભુ પરમેશ્વર, તુ મહિમા પામવા હાટુ લાયક છે, તુ માન પામવાને લાયક છે, તુ સામર્થી છે કેમ કે, તે જ દરેક વસ્તુની સુષ્ટિ કરી. તમે માન્યું કે તેઓ અસ્તિત્વમાં આવ્યા અને ઈ હાટુ એની સુષ્ટિ કરી.”


અને જે રાજગાદી ઉપર બેઠો છે, જીવતા પ્રાણીઓ એનો મહિમા, માન, અને આભાર માંને છે. ઈજ છે જે સદાય હાટુ જીવતો છે અને જઈ પણ ઈ એવુ કરે છે તો સોવીસ વડીલો એની હામે દંડવત સલામ કરે છે અને એનુ ભજન કરે છે. તેઓ આ કેતા પોત-પોતાના મુગટ રાજગાદીની હામે નાખી દેય છે,


પછી ત્રીજા સ્વર્ગદુતે રણશિંગડું વગાડયુ, અને એક મોટો તારો જે મસાલની જેમ હળગતો હતો, આભથી તુટો જે નદીઓ અને પાણીના ઝરાઓ ઉપર પડયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ