મસીહે આવું ઈ હાટુ કરયુ જેથી ઈ આપડે બધાય વિશ્વાસુ લોકોનું એક એવું મહિમામય જૂથ બનાવી હકે જે એનાથી સબંધીત છે, એવા લોકો જેમાં સ્વાભાવિક દોષ નો હોય, પણ તેઓ પુરી રીતેથી પવિત્ર હોય; જઈ મંડળી આપણને પોતાની હાજરીમાં ભેગા કરે છે.
પણ પરમેશ્વરે હવે પોતાના દીકરા મસીહને માણસ બનાવીને અને એના વધસ્થંભ ઉપર મરણ દ્વારા તમારો પણ મેળ કરી લીધો જેથી તમને પોતાની હામે પવિત્ર અને દોષ વગરના અને ભૂલ વગરના બનાવીને હાજર કરે.
તો પછી મસીહનું લોહી, જેણે પોતાની જાતને સનાતન આત્મા દ્વારા પરમેશ્વરની હામે નિર્દોષ બલિદાનની જેમ પુરે પુરૂ કરી દીધું, આપડા મનને જે આપડા કામો મોત તરફ લય જાય છે એનાથી શુદ્ધ કરશે, જેથી આપડે જીવતા પરમેશ્વરની સેવા કરી.
કેમ કે, જો કોય માણસ પોતાના જીવનનો આનંદ લેવા ઈચ્છે છે, અને હારા દિવસો ઈચ્છે છે, તો એને સેતીને રેવું જોયી કે, ઈ ખરાબ વાતુ નો કેય, અને એને આવી વાતુ કરવાનું બંધ કરી દેવું જોયી, જે હાસી નથી.
પરમેશ્વર તમને એની ઉપર વિશ્વાસમા બનાવેલા રાખવામાં શક્તિશાળી છે. ઈ તમને પોતાની હાજરીમાં પણ લય લેહે જ્યાં સરસ અંજવાળું છે તમે બોવજ રાજી થાહો અને પાપથી બસેલા રેહો.