19 ઈ હાટુ સ્વર્ગદુતે પૃથ્વી ઉપર પોતાનુ દાતેડુ ફેરવ્યુ. પછી એણે દ્રાક્ષોને ઈ મોટા દ્રાક્ષાકુંડમા ફેકી. જ્યાં પરમેશ્વર ગુસ્સાથી સજા દેહે.
તઈ જ એક બીજો સ્વર્ગદુત જે વેદી ઉપર આગથી ધૂપ હળગાવવાની જવાબદારી નિભાવે છે, એણે જોરથી રાડ નાખીને ઈ સ્વર્ગદૂતને કીધુ કે, “પૃથ્વી ઉપર દ્રાક્ષના ઝૂમખા પાકી ગયા છે, જેની પાહે તેજ ધારદાર દાતેડુ હોય તેઓ પોતાના દાતેડાથી કાપી લેય.”