પછી મે એક ધોળો વાદળ જોયો, અને મે કોકને જોયો જે એક માણસના દીકરા જેવો હતો. જે ઈ વાદળ ઉપર બેઠોતો એના માથા ઉપર હોનાનો મુગટ હતો અને હાથમાં એક તેજ ધારદાર દાતેડુ હતું.
પછી એક બીજો સ્વર્ગદુત મંદિરમાંથી નીકળો અને ઉસા અવાજે એણે હાંક મારી જે માણસ વાદળા ઉપર બેઠે હતો: “તારું દાતેડુ લે અને કાપવાનુ સાલું કર. કેમ કે, કાપવાનો વખત આવી ગયો છે, પૃથ્વીનો પાક પાકી ગયો છે.”