પ્રકટીકરણ 14:15 - કોલી નવો કરાર15 પછી એક બીજો સ્વર્ગદુત મંદિરમાંથી નીકળો અને ઉસા અવાજે એણે હાંક મારી જે માણસ વાદળા ઉપર બેઠે હતો: “તારું દાતેડુ લે અને કાપવાનુ સાલું કર. કેમ કે, કાપવાનો વખત આવી ગયો છે, પૃથ્વીનો પાક પાકી ગયો છે.” အခန်းကိုကြည့်ပါ။ |
અને પછી હાત સ્વર્ગદુત જેને છેલ્લી હાત આફતોને લયને જાણ્યુ હતુ, તઈ તેઓ મંદિરથી બારે નીકળા, તેઓ શુદ્ધ, સમકદાર ધોળા લુગડા પેરેલા હતાં અને એની છાતીની સ્યારેય બાજુ હોનાની પટ્ટીઓ પણ હતી. પછી સ્યાર જીવતા પ્રાણીઓમાથી એકે દરેક સ્વર્ગદુતને પરમેશ્વર તરફથી જે સદાય જીવતા છે, ભયાનક ગુસ્સાથી ભરેલા એક-એક હોનાના પ્યાલા આપ્યા.