14 પછી મે એક ધોળો વાદળ જોયો, અને મે કોકને જોયો જે એક માણસના દીકરા જેવો હતો. જે ઈ વાદળ ઉપર બેઠોતો એના માથા ઉપર હોનાનો મુગટ હતો અને હાથમાં એક તેજ ધારદાર દાતેડુ હતું.
ઈ બોલતો હતો, એટલામાં એક વાદળો આવ્યો અને એના છાયાથી તેઓને ઢાંકી દીધા અને ઈ વાદળામાંથી પરમેશ્વરની એવી વાણી થય કે, “આ મારો વાલો દીકરો છે, એની ઉપર હું રાજી છું, એનું હાંભળો.”
પણ આપડે ઈસુને જોયી છયી! એને થોડાક વખત હાટુ સ્વર્ગદુતોથી થોડુક જ ઓછું સામર્થ્ય આપવામાં આવ્યું, જેથી પરમેશ્વરની કૃપાથી ઈ બધાય લોકો હાટુ મરી જાય. અને એણે દુખ સહન કરયુ અને મરી ગયો, આ કારણોસર એને મહિમા અને આવકાર નો મુગટ પેરાવવામાં આવ્યો.
અને ઈ દીવીઓની વસમાં “જે એક માણસના દીકરાની જેમ દેખાતો હતો” એણે લાંબા લુગડા પેરેલા હતાં જે એના પગ હુધી પૂગતા હતાં, એણે પોતાની છાતીની સ્યારેય બાજુ એક હોનાનો પટો પેરેલો હતો.
જોવો, મસીહ વાદળની હારે આવનાર છે, દરેક માણસ એને જોહે, જે લોકો એના મોત હાટુ જવાબદાર હતાં, તેઓ પણ જઈ એને આવતાં જોહે, તઈ પૃથ્વીના બધાય લોકો એને જોહે અને જોર-જોરથી રોહે, આમીન.
પછી મે એકબીજા બળવાન સ્વર્ગદુતને, વાદળાથી ઘેરાયેલો સ્વર્ગથી ઉતરતા જોયો અને એક મેઘધનુષ એના માથાની સ્યારેય બાજુ હતો અને એનુ મોઢુ સુરજની જેવું સમકતું હતું અને એના પગ હળગતા થાંભલાની જેવા હતાં,
આમ કેવા લાગ્યા કે, “હે સર્વશક્તિશાળી પરભુ પરમેશ્વર, જે છે, અને જે હતો, અમે હાસીન તારો આભાર માની છયી કેમ કે, તે હવે પોતાનુ મહાન સામર્થ્ય દેખાડયુ છે અને ઈ હવે પૃથ્વી ઉપર પોતાનુ રાજ્ય સાલું કરી દીધુ છે.