Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 14:13 - કોલી નવો કરાર

13 ફરીથી મે સ્વર્ગથી કોયને બોલતા હાંભળ્યો અને એણે મને કીધુ કે, આ વાતોને આયા લખ, હવેથી, ઈ લોકો આશીર્વાદિત છે જે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતી વખતે મરી જાય છે. તઈ પરમેશ્વરની આત્માએ એનાથી સહમત થયને કીધુ કે, “આ હાસુ છે, તેઓ આશીર્વાદિત છે કેમ કે, તેઓ પોતાની ખુબ મહેનતથી આરામ પામશે અને તેઓએ જે કામ કરયા છે એની હાટુ તેઓને વળતર દેવામાં આયશે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 14:13
41 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને સ્વર્ગમાંથી એવી વાણી થય કે, “આ મારો વાલો દીકરો છે, જેનાથી હું બોવ રાજી છું.”


પણ ઈબ્રાહિમે એને કીધું કે, દીકરા યાદ કર, જઈ તુ જીવતો હતો, તઈ તારી પાહે હરખાય હતી, પણ લાજરસના જીવનમાં તો બધુય જ ખરાબ હતું, પણ હવે લાજરસ આયા દિલાસો પામે છે, અને તુ પીડા ભોગવે છે.


હું તમને કવ છું, આ જગતમાં જે છેતરીને ભેગુ કરેલું ધન છે, એનાથી તારા મિત્રો બનાવી લે; કેમ કે, જઈ ઈ પુરું થય જાહે તઈ ઈ તમને છેલ્લા માંડવામાં આમંત્રણ આપશે.


કેમ કે, જો આપડે જીવતા છયી, તો પરભુની હાટુ જીવી છયી, અને જો મરી છયી, તો પરભુની હાટુ મરી છયી, પાછા મરી કે, જીવી આપડે પરભુના જ છયી.


એનો અરથ ઈ પણ થાય કે, જેઓ મસીહ ઉપર વિશ્વાસ કરયા પછી મરી ગયા છે, તેઓ નાશ પામ્યા છે,


પણ હાસુ તો એમ છે કે, પરમેશ્વરે ખરેખર મસીહને મોતમાંથી જીવતો કરયો, આ ખાતરી છે કે, પેલા ઘણાય લોકો જે મરી ગયા છે તેઓને પણ જીવતા કરશે.


ઈ હાટુ, મારા વાલા ભાઈઓ, પોતાના વિશ્વાસમાં સ્થિર અને દ્રઢ રયો અને પરભુના કામમાં સદાય તલ્લીન રયો, કેમ કે, તમે ઈ જાણો છો કે, પરભુમાં તમારુ કામ નકામું નથી.


ઈ હાટુ આપડે હિમંતવાન છયી, અને જઈ આપડે મરી જાહુ તઈ આ દેહિક જીવનને છોડીને પરભુની હારે રેવાનું વધારે ગમશે.


તમારો વિશ્વાસના બલિદાન ઉપર જો મારે પેયાર્પણ તરીકે રેડાવું પડે તો ઈ હાટુ હું રાજી છું અને તમારા બધાયની હારે રાજી રય હકુ છું


જો આપડે વિશ્વાસ કરી છયી કે, ઈસુ મરણ પામ્યો ને પાછો જીવતો ઉઠયો, તો એવી જ રીતે જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરીને મરી ગયા છે, તેઓને પણ પરમેશ્વર ઈસુની હારે પાછા લય લેહે.


કેમ કે, પરભુ ઈસુ પોતે જ સ્વર્ગમાંથી આયશે, તઈ હુકમ કરવામા આયશે, અને પ્રમુખ દૂતનો અવાજ હંભળાહે, અને પરમેશ્વરનાં રણશિંગડાનો અવાજ હંભળાહે, તઈ જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરીને મરી ગયા છે, ઈ પેલા જીવતા થય જાહે.


મસીહ આપડી હાટુ એટલે મરયો જેથી જઈ ઈ પાછો આવે તઈ આપડે ઈચ્છીએ કે, જીવતો હોય કા મરી ગયો હોય એની હારે સદાય જીવન જીવી.


હું તને ફરીથી કવ છું કે, મંડળીમાં વડવાઓને ગમાડવા હાટુ ઉતાવળ નો કરતો કેમ કે, કેટલા લોકો ખુલે આમ પાપ કરે છે, એટલે બધાય લોકોને પેલાથી જ ખબર પડી જાય છે કે, આ ગુનેગાર છે, પણ કેટલાક લોકોના પાપ વાહેથી ખબર પડે છે.


એવી જ રીતેથી, જઈ લોકો હારા કામો કરે છે, તો બીજા વિશ્વાસીઓ દ્વારા સોખી રીતેથી જોય હકાય છે. અને જો તેઓ એને એકવાર સોખી રીતેથી નો પણ જોય હકે, તો છેલ્લે ઈ તેઓને જાણી જ લેહે.


એણે મને કીધું કે, “જે કાય તુ ભાળશો, એને સોપડીમા લખીને ઈ હાત મંડળીઓને મોકલ જે આ શહેરોમાં છે. એફેસસ, સ્મર્ના, પર્ગામમ, થુઆતૈરા, સાર્દિસ, ફિલાડેલ્ફિયા અને લાઓદિકિયા.”


ઈ હાતેય ગર્જના નો અવાજ હંભળાય ગયો, તઈ હું લખવા હાટુ તૈયાર હતો, પણ મે સ્વર્ગથી આ અવાજ હાંભળ્યો કે, “જે ગર્જનાએ કીધું છે એને ગુપ્ત રાખ અને આ વાતુંને લખતો નય.”


તઈ હાતમા સ્વર્ગદુતે પોતાનુ રણશિંગડું વગાડુ અને મોટા અવાજો સ્વર્ગમા બોલ્યા અને કીધું કે, “જગતનુ રાજ્ય આપડા પરભુ પરમેશ્વર અને એના મસીહનું રાજ્ય બની ગ્યુ છે અને ઈ સદાય હાટુ રાજ્ય કરશે.”


અને પરમેશ્વરનું જે મંદિર સ્વર્ગમા છે, ઈ ખોલવામાં આવ્યું અને એના મંદિરમાં તેઓના કરારની પેટી જોવામાં આવી અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ, ધરતીકંપ અને બોવજ કરાનો વરસાદ થયો.


હાતમા સ્વર્ગદુતે પ્યાલાની વસ્તુ હવા ઉપર રેડી દીધી, અને મંદિરની રાજગાદીમાંથી આ મોટો અવાજ થ્યો, “પુરું થય ગયુ”


તઈ સ્વર્ગદુતે મને કીધું કે, “આ લખ કે, તેઓ આશીર્વાદિત છે, જે ઘેટાનાં બસ્સાના લગનના જમણવારમાં નોતરવામાં આવ્યા છે.” પછી એણે મને કીધું કે, “આ વાતુ જે પરમેશ્વરે કીધી છે હાસી છે.”


એણે મને ઈ હોતન કીધું કે, એફેસસ શહેરની મંડળીના સ્વર્ગદુતને આ સંદેશો લખ કે, હું ઈ જ છું; જે પોતાના જમણા હાથમાં હાત તારા રાખું છું, અને જે હોનાની હાત દીવીઓની વસે હાલું છું હું તમને આ કવ છું


જે કોય પણ મારા સંદેશાને હમજવા માગે છે, એને આ સંદેશાને ધ્યાનથી હાંભળવો જોયી, જે પરમેશ્વરની આત્મા મંડળીને કેય છે, સંદેશો આ છે કે, હું ઈ લોકોને જે વિજય મેળવે છે એને સ્વર્ગના બગીસામાથી ઈ ઝાડના ફળ ખાવાની રજા આપય, જે અનંતજીવન દેય છે.


આશીર્વાદિત અને પવિત્ર ઈ છે, જેને આ પેલી જ વારમા ફરીથી મરેલામાંથી જીવતા થયા છે, એવા ઉપર બીજા મોતનો કોય અધિકાર નથી, પણ ઈ પરમેશ્વર અને મસીહના યાજક હશે અને એની હારે હજાર વરહ હુધી રાજ્ય કરશે.


તઈ પરમેશ્વર જે રાજગાદી ઉપર બેઠો હતો, એણે કીધું કે, “આ હાંભળો! હું હવે બધુય નવું બનાવી રયો છું!” એણે મને કીધું કે, “આ વાતુ લખી લે! જે મે તને કીધી છે કેમ કે, તુ વિશ્વાસ કરી હકશો, કે, હું ખરેખર એને કરય.”


પરમેશ્વરનો આત્મા અને ઘેટાના બસ્સાની કન્યા ઈસુને કેય છે કે, “તારે ખરેખર આવવું જોયી.” દરેક જે કોય આ હાંભળે છે, એને પણ આ કેવું જોયી, “આવ!” જે કોય તરસો છે એને આવીને ઈ પાણીને અપનાવવું જોયી જે ઉદારતાથી જીવન આપે છે.


તઈ એમાંથી દરેકને એક સફેદ લુગડા આપવામાં આવ્યા, અને પરમેશ્વરે એને કીધું કે, થોડીકવાર હુધી આરામ કરો, કેમ કે અત્યારે પણ તમારા થોડાક સાથી કામદારો અને તમારા સાથી વિશ્વાસી લોકો છે જેને તમારી જેમ જ મારી નાખવામાં આયશે, જઈ મરી જનારાઓની સંખ્યા પુરી થય જાહે, તઈ જ હું બદલો લેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ