પ્રકટીકરણ 14:10 - કોલી નવો કરાર10 તઈ પરમેશ્વરનાં કોપની જેમ દ્રાક્ષારસ જે એના ગુસ્સાના પ્યાલામાં બધીય તાકાતથી નાખ્યુ છે ઈ પીવું પડશે અને પવિત્ર સ્વર્ગદુતોની અને ઘેટાના બસ્સાની હામે આગમાં અને ગન્ધકમાં ઈ પીડાને ભોગવવી પડશે. အခန်းကိုကြည့်ပါ။ |
જો તમારામાંથી કોય પણ મને પોતાના પરભુની જેમ અપનાવવા અને મારા શિક્ષણનું પાલન કરવાનું સ્વીકારતા નથી કેમ કે, તમે બીવો છો કે, આ યુગના અવિશ્વાસુ અને પાપી લોકો તમારું નુકશાન કરશે, પછી હું, માણસનો દીકરો, જઈ પવિત્ર સ્વર્ગદુતોની હારે પૃથ્વી ઉપર પાછો આવય, તઈ તમારો અસ્વીકાર કરી દેય કે, તમે મારા ચેલાઓ છો. તઈ દરેક મારી મહિમાને જોહે, જે મારા બાપની જેમ છે.”
પરિણામ સ્વરૂપે મહાન શહેર બાબિલોન ત્રણ ટુકડામા વેસાય ગયું અને આખા જગતના બધાય શહેર નાશ થય ગયા કેમ કે, પરમેશ્વરે આ પુરું કરૂ જેવુ એણે બેબિલોનના લોકોને દંડના વિષે વાયદો કરયો હતો. આથી પરમેશ્વર તરફથી કડક દંડ દેવામા આયશે, આ એવુ જ થાહે; જેમ તેઓએ પાણી નાખ્યા વગરનો દ્રાક્ષારસ પીય લીધો હોય. જેને પરમેશ્વરે પોતે ઈ પ્યાલાને રેડયો છે, જે એના ગુસ્સાને બતાવે છે.
પણ જે સતાવણીની બીકથી મને છોડી દેય છે અને મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે એને ગંધકની આગમાં ફેકી દેવામાં આયશે, એવી જ રીતે એને પણ જે ભુંડુ કરે છે અને હત્યાઓ કરે છે અને છીનાળવાઓ કરે છે અને પોતાના સાથીઓની હારે મેલી વિદ્યા કરે છે અને મૂર્તિનું ભજન કરે છે અને બધુય ખોટુ બોલનારા એને પણ ગંધકની આગમાં નાખી દેવામાં આયશે, આને જ બીજુ મોત કેવાય છે.”