Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 13:17 - કોલી નવો કરાર

17 એણે એવુ ઈ હાટુ કરયુ જેથી કોય પણ માણસ કાય પણ વેસી કે, લય નો હકે, જો એની ઉપર પેલા હિંસક પશુના નામની છાપ કે એના નામને દેખાડનારી સંખ્યા છાપેલી નો હોય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 13:17
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

હવેથી આગળ કોય પણ મને વધારે તકલીફ નો દેય, કેમ કે, મારા દેહ ઉપર જે દાગ છે, તેઓ દેખાડે છે કે, હું ઈસુનો સેવક છું


બીજા હિંસક પશુએ મામુલી અને વિશેષ, ગરીબ અને રૂપીયાવાળા અને ગુલામ અને જે ગુલામ નોતા એટલે કે, બધાય લોકોને મજબુર કરયા કે તેઓ પેલા પશુનુ નામ પોતાના જમણા હાથ ઉપર કા પોતાના માથા ઉપર છપાવે.


આ નિશાનીની વ્યાખ્યા હાટુ સતુરાયથી વિસારવુ પડે, પણ જેને જ્ઞાન છે ઈ આ જાણી હકે છે કે, આ હિંસક પશુની સંખ્યાનો અરથ શું છે કેમ કે, આ એક માણસનું નામ છે, આ સંખ્યા (666) છે.


એને પીડાદેનારી આગનો ધુવાડો સદાય હાટુ ઉપરની બાજુએ ઉઠશે. પરમેશ્વર એને સતત રાત-દિ પીડા દેહે. આ ઈ લોકોની હારે થાહે જે પેલા હિંસક પશુ અને એની મૂર્તિનું ભજન કરે છે કા જે એના નામને એની ઉપર લખવાની છૂટ આપે છે.


એના પછી ત્રીજા સ્વર્ગદુતે રાડ નાખીને કીધું કે, જે કોય ઈ હિંસક પશુની મૂર્તિનું ભજન કરે અને એની છાપ પોતાના કપાળ કે પોતાના હાથ ઉપર લગાડે,


તઈ મે કાક જોયું જે દરિયાની જેવું દેખાતું હતું અને કાસની જેમ સમકતું હતું અને એમા આગ હોતન ભળેલી હતી, મે ઈ લોકોને પણ જોયા જે હિંસક પશુથી હારા નય, તેઓએ પશુની અને એની મૂર્તિનું ભજન નોતું કરયુ, અને એની ઉપર હિંસક પશુના નામની સંખ્યાની નીશાની નોતી લગાડી, ન્યા ઈ દરિયાની પાહે ઉભો હતો અને ઈ બધાએ એક વીણા પકડી હતી જે પરમેશ્વરે તેઓને આપી હતી.


એના માથા ઉપર એક નામ લખેલુ હતું જેનો એક ગુપ્ત અરથ હતો જે આ રીતે હતો “હું મહાન શહેર બાબિલોન છું હું બધીય વેશ્યાઓની મા છું” જે જગતની બધીય ખરાબ વસ્તુઓની મુળ જગ્યા છું


એની પછી મે કાક રાજગાદી જોય અને જે લોકો ઈ રાજગાદી ઉપર બેઠા હતાં તેઓને રાજ કરવાનો અધિકાર આપવામા આવ્યો હતો. મે ઈ લોકોની આત્માઓને પણ જોય, જેના માથાઓ કાપી નાખવામાં આવ્યા હતાં કેમ કે, તેઓએ ઈ માન્યુ હતુ કે, ઈસુ એનો પરભુ હતો અને તેઓ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરતાં હતા. ઈ લોકોએ હિંસક પશુ કે, એની મૂર્તિનુ ભજન કરયુ નોતુ, તેઓએ પોતાના માથા કે હાથ ઉપર હિંસક પશુની છાપ નોતી છપાવી. આ લોકો ફરીથી જીવતા થય ગયા અને એક હજાર વરહ હુધી મસીહની હારે મળીને રાજ્ય કરયુ.


તેઓ પરમેશ્વરને હામ-હામે જોહે અને પરમેશ્વરનુ નામ એના માથા ઉપર લખેલુ હશે.


ઈ જે વિજય પામે છે, તેઓ પરમેશ્વરનાં મંદિરમા સ્તંભની જેમ હશે, જેની હું સેવા કરું છું અને હું તને કોય દિ છોડય નય, અને હું એના દેહ ઉપર મારા પરમેશ્વરનું નામ લખય અને પરમેશ્વરનાં શહેરનું નામ લખય, આ ઈજ છે જેને નવું યરુશાલેમ શહેર કેવા આવે છે જે સ્વર્ગથી છે, એટલે કે, મારા પરમેશ્વર તરફથી જે નીસે આયશે.


“જ્યાં હુધી આપડા પોતાના પરમેશ્વરનાં ચાકરોના માથા ઉપર મુદ્રાઓ લગાડી નો દેયી, ન્યા હુધી પૃથ્વી અને દરીયા અને ઝાડવાનો નાશ કરવો નય.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ