પ્રકટીકરણ 13:16 - કોલી નવો કરાર16 બીજા હિંસક પશુએ મામુલી અને વિશેષ, ગરીબ અને રૂપીયાવાળા અને ગુલામ અને જે ગુલામ નોતા એટલે કે, બધાય લોકોને મજબુર કરયા કે તેઓ પેલા પશુનુ નામ પોતાના જમણા હાથ ઉપર કા પોતાના માથા ઉપર છપાવે. အခန်းကိုကြည့်ပါ။ |
ઈ લોકો જે તારી ઉપર વિશ્વાસ નથી કરતાં બોવજ ગુસ્સે છે, કેમ કે, હવે ઈ વખત આવી ગયો છે કે તારો ગુસ્સો એના ઉપર આવે, અને ઈ વખત કે, તુ મરેલાનો ન્યાય કર. હવે ઈ વખત પણ છે જઈ તુ ઈ આગમભાખીયાઓને વળતર દેય જે તારી સેવા કરે છે અને ઈ બધાય લોકોને જે તને માન આપે છે, ઈ જે નબળા છે અને જે શક્તિશાળી છે જઈ કે ઈ જ વખતે તુ એને નાશ કરી દેય જેણે પૃથ્વી ઉપર વિનાશ કરયો છે.”
તઈ મે કાક જોયું જે દરિયાની જેવું દેખાતું હતું અને કાસની જેમ સમકતું હતું અને એમા આગ હોતન ભળેલી હતી, મે ઈ લોકોને પણ જોયા જે હિંસક પશુથી હારા નય, તેઓએ પશુની અને એની મૂર્તિનું ભજન નોતું કરયુ, અને એની ઉપર હિંસક પશુના નામની સંખ્યાની નીશાની નોતી લગાડી, ન્યા ઈ દરિયાની પાહે ઉભો હતો અને ઈ બધાએ એક વીણા પકડી હતી જે પરમેશ્વરે તેઓને આપી હતી.
અને મે મરેલા લોકોને ઈ રાજગાદી હામે ઉભેલા જોયા એટલે ઈ જે મહત્વના છે અને મહત્વ વગરના છે ઈ લોકો જે દરિયામાં ડૂબીને મરયા હતાં અને કબરોના બધાય મરેલા લોકો, અને ઈ બધાય લોકો અધોલોક જગ્યાએ હતાં ઈ બધાય ઈ રાજગાદી હામે ઉભા હતાં, ઈ સોપડી ખોલવામાં આવી જેમાં ઈ લોકોના નામ લખેલા હતાં, જેની પાહે ઈ જીવન હતું જેનો કોય અંત નથી. ઈ સોપડી પણ ખોલવામાં આવી જેમાં લોકોએ જે કાય કરયુ હતું ઈ લખવામાં આવ્યું હતું અને દરેકે જે કાય કરયુ હતું ઈ પરમાણે એનો ન્યાય કરવામા આવ્યો, જે ઈ સોપડીમા લખવામાં આવ્યું હતું.
એની પછી મે કાક રાજગાદી જોય અને જે લોકો ઈ રાજગાદી ઉપર બેઠા હતાં તેઓને રાજ કરવાનો અધિકાર આપવામા આવ્યો હતો. મે ઈ લોકોની આત્માઓને પણ જોય, જેના માથાઓ કાપી નાખવામાં આવ્યા હતાં કેમ કે, તેઓએ ઈ માન્યુ હતુ કે, ઈસુ એનો પરભુ હતો અને તેઓ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરતાં હતા. ઈ લોકોએ હિંસક પશુ કે, એની મૂર્તિનુ ભજન કરયુ નોતુ, તેઓએ પોતાના માથા કે હાથ ઉપર હિંસક પશુની છાપ નોતી છપાવી. આ લોકો ફરીથી જીવતા થય ગયા અને એક હજાર વરહ હુધી મસીહની હારે મળીને રાજ્ય કરયુ.