પ્રકટીકરણ 13:14 - કોલી નવો કરાર14 એણે આ સમત્કાર પેલા હિંસક પશુ તરફથી કરયા. આવુ કરવાથી એણે પૃથ્વીના લોકોને દગો દીધો, તો તેઓએ વિસારુ કે આપડે પેલા હિંસક પશુનુ ભજન કરવુ જોયી. પણ આવુ ઈ હાટુ થયુ કેમ કે, પરમેશ્વરે આવુ થાવા દીધુ. બીજા હિંસક પશુએ પૃથ્વી ઉપર રેનારા લોકોને પેલા હિંસક પશુની આગેવાની કરવા હાટુ એક મૂર્તિ બનાવવાનુ કીધુ, ઈ જે જીવતો હતો, જો કે કોયે એને એક તલવારથી મારી નાખ્યો હતો. အခန်းကိုကြည့်ပါ။ |
તઈ મે કાક જોયું જે દરિયાની જેવું દેખાતું હતું અને કાસની જેમ સમકતું હતું અને એમા આગ હોતન ભળેલી હતી, મે ઈ લોકોને પણ જોયા જે હિંસક પશુથી હારા નય, તેઓએ પશુની અને એની મૂર્તિનું ભજન નોતું કરયુ, અને એની ઉપર હિંસક પશુના નામની સંખ્યાની નીશાની નોતી લગાડી, ન્યા ઈ દરિયાની પાહે ઉભો હતો અને ઈ બધાએ એક વીણા પકડી હતી જે પરમેશ્વરે તેઓને આપી હતી.