13 આ બીજો હિંસક પશુ પણ મોટી અદભુત સમત્કારીક નિશાની દેખાડતો હતો, ન્યા હુધી કે આભથી પૃથ્વી ઉપર આગ નીસે લીયાવતો હતો કે, પૃથ્વી ઉપર પડે. જેમ કે લોકો જોય રયા હતાં
અને જેમ જાન્નેસ અને જામ્બ્રેસે મુસાનો વિરોધ કરયો હતો, એમ જ આ ખોટા શિક્ષકો હાસા સંદેશાનો વિરોધ કરે છે, આ આવા માણસ છે, જેની બુદ્ધિ ભ્રષ્ટ થય ગય છે અને તેઓનો વિશ્વાસ દેખાડો કરે છે.
અને જો કોય એને નુકશાન પુગાડવાની કોશિશ કરે છે, તો એના મોઢામાંથી આગ નીકળે છે અને એના વેરીઓનો નાશ કરી દેય છે, અને જો કોય એને નુકશાન પુગાડવાની કોશિશ કરશે એને આવી જ રીતે મારી નાખવામાં આયશે.
આ મેલી આત્માઓની પાહે સમત્કાર કરવાની તાકાત હતી અને તેઓએ જયને ઈ લોકોને ભેગા કરયા જે આ જગતના બધાય દેશોમાં રાજ કરતાં હતાં જેથી તેઓ સર્વશક્તિશાળી પરભુ પરમેશ્વરનાં મહાન દિવસે એની વિરુધ યુદ્ધ કરવા હાટુ જાય.
અને ઈ હિંસક પશુને અને એની હારે ખોટા આગમભાખીયા પકડાય ગયા, આ ખોટા આગમભાખીયાઓએ પેલા પશુની તરફથી સમત્કારી નિશાની દેખાડી હતી, જેના દ્વારા એણે એને ભરમાવા, જેની ઉપર ઈ હિંસક પશુની છાપ હતી અને જે એની મૂર્તિનું ભજન કરતાં હતાં, આ બેયને જીવતે-જીવતા ઈ આગના તળાવમા જે ગંધકથી હળગે છે એમા નાખી દીધા.
શેતાનની સેના પૃથ્વીની બધીય જગ્યામાં ફેલાય જાહે અને પરમેશ્વરનાં લોકોની છાવણીને અને પરમેશ્વરનાં વાલા શહેરને ઘેરો ઘાલશે પણ પરમેશ્વર તરફથી સ્વર્ગમાંથી આગ બારે આયશે અને બધીય સેનાનો નાશ કરી દેહે.