પ્રકટીકરણ 13:10 - કોલી નવો કરાર10 જે લોકોને જેલખાનામાં પુરાવાનુ નક્કી છે, તેવો નક્કી જેલખાનામાં પુરવામા આયશે અને જેની હાટુ નક્કી છે કે, ઈ તલવારથી મરે તેઓ નક્કી તલવારથી જ મરશે, ઈ હાટુ જરૂરી છે કે, પરમેશ્વરનાં લોકો ઈ મુશ્કેલીઓને સહન કરે, જેનો ઈ અનુભવ કરે છે અને એના પ્રત્યે વફાદાર રેય. အခန်းကိုကြည့်ပါ။ |
ઈ લોકો જે તારી ઉપર વિશ્વાસ નથી કરતાં બોવજ ગુસ્સે છે, કેમ કે, હવે ઈ વખત આવી ગયો છે કે તારો ગુસ્સો એના ઉપર આવે, અને ઈ વખત કે, તુ મરેલાનો ન્યાય કર. હવે ઈ વખત પણ છે જઈ તુ ઈ આગમભાખીયાઓને વળતર દેય જે તારી સેવા કરે છે અને ઈ બધાય લોકોને જે તને માન આપે છે, ઈ જે નબળા છે અને જે શક્તિશાળી છે જઈ કે ઈ જ વખતે તુ એને નાશ કરી દેય જેણે પૃથ્વી ઉપર વિનાશ કરયો છે.”
આ હિંસક પશુ જેને તે હમણા જોયો, એક વખતે જીવતો હતો, પણ હવે જીવતો નથી, ઈ ઊંડાણના ખાડામાથી બારે આવવાનો છે, અને પરમેશ્વર એને પુરી રીતેથી નાશ કરી નાખશે, પૃથ્વી ઉપર રેનારા લોકો જેના નામ પરમેશ્વરે જગત બન્યા પેલા જીવનની સોપડીમા નથી લખ્યા, તેઓ બધાય નવાય પામશે, જઈ તેઓ આ પશુને જોહે, જે એક વખતે ઈ જીવતો હતો, હવે ઈ જીવતો નથી, પણ ઈ પાછો આયશે.
હું જાણું છું કે તમે એક-બીજાને પ્રેમ કરો છો, અને તમે મારી ઉપર મજબુતીથી વિશ્વાસ કરો છો, હું જાણું છું કે, તમે કેવી રીતે એકબીજાની મદદ કરી છે, અને તમારી સહન કરવાની શક્તિને પણ જાણું છું, હું જાણું છું કે, તમે મને અને બીજાઓને કેવી રીતે પ્રેમ કરયો છે. મારી ઉપર ભરોસો કરયો, મારી અને બીજાની સેવા કરી અને ધીરજથી મુશીબતોને સહન કરી.