Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 12:9 - કોલી નવો કરાર

9 તઈ પરમેશ્વરે ઈ મોટા અજગરને અને એના દુતોને પૃથ્વી ઉપર ફેકી દીધા, હવે આ મોટો અજગર ઈ જ છે જે ઘણાય વખત પેલા એરુના રૂપમા દેખાતો હતો, જેને શેતાન કે આરોપ લગાડનારો પણ કેવામા આવે છે, આ ઈ જ છે જે આ જગતના લોકોને દગો દેતો આવ્યો છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 12:9
68 ပူးပေါင်းရင်းမြစ်များ  

જેણે વાવ્યાં ઈ દુશ્મન શેતાન છે. કાપણી જગતનો અંત છે, અને કાપનારા સ્વર્ગદુતો છે.


કેમ કે, ખોટા મસીહ અને ખોટા આગમભાખીયાઓ આયશે, અને એવા મોટા સમત્કારો કરીને બતાયશે કે, જો થય હકે તો પરમેશ્વરે ગમાડેલા લોકોને પણ ઈ ભરમાવશે.


પછી હું ડાબી બાજુના લોકોને પણ કેય કે, ઓ હરાપિત, લોકો જે અનંતકાળની આગ, શેતાન અને એના દુતોની હાટુ જે પરમેશ્વરે તૈયાર કરેલી છે, એમા તમે મારી આગળથી જાઓ.


તઈ ઈ વખતે પવિત્ર આત્મા ઈસુને વગડામાં લય ગયો, જેથી શેતાનથી એનું પરીક્ષણ થાય, ઈ હાટુ સ્યાલીસ રાત અને દિવસ હુધી ઉપવાસમાં રયા, તઈ એને ભૂખ લાગી.


તઈ ઈસુએ એને કીધુ કે, “અરે શેતાન આઘો જા કારણ કે, શાસ્ત્રમાં લખેલુ છે કે, તુ પરભુ તારા પરમેશ્વરને જ પરણામ કર, અને ખાલી એની જ સેવા કર.”


તઈ શેતાન એને પવિત્ર શહેર યરુશાલેમમાં લય ગયો, અને એને મંદિરની ટોસ ઉપર ઉભો કરયો.


ફરીને શેતાન એને એક બોવ જ ઉસા ડુંઘરા ઉપર લય ગયો અને જગતના બધા રાજ્યો અને એની માલ મિલકત બતાવી.


ઈસુએ તેઓને કીધું કે, “મે જોયું કે, જઈ મેલી આત્માએ અમારી વાત માની, તઈ મે શેતાનને વીજળી પડવાની જેમ આભમાંથી નીસે પડતો જોયો.


આ પાકું હતું કે, આ બાય જે ઈબ્રાહિમની પેઢીની છે, જેને શેતાને અઢાર વરહથી બાંધીને રાખી હતી, વિશ્રામવારના દિવસે બંધનમાંથી છૂટી કરાવી એમા કાય ખોટુ નથી.”


પછી શેતાન યહુદાની અંદર ઘરયો, જે ઈશ્કારિયોત કેવાતો હતો, જે બાર ચેલાઓમાંથી એક હતો.


સિમોન! સિમોન! હાંભળ! જેમ કોક દ્વારા ઘઉંને સાળવામાં આવે છે, એમ તારું પરીક્ષણ કરવા હાટુ શેતાને માગણી કરી છે. અને પરમેશ્વર એને ઈ કરવાની રજા આપી છે.


મારગની કોરે પડેલા જેઓ હાંભળનારા છે, તઈ શેતાન આવીને એના મનમાંથી વચનને ભુલાવી દેય છે, એવું નો થાય કે, પરમેશ્વર ઉપર વિશ્વાસ કરીને તારણ પામે,


હવે આ જગતના લોકોનો ન્યાય કરવાનો વખત આવી ગયો છે, અને હવે આ જગતના અધિકારને બારે કાઢી નાખવામાં આયશે.


મારી પાહે હવે તમારી હારે વાત કરવા હાટુ વધારે વખત નથી રયો, કેમ કે આ જગતનો અધિકારી શેતાન આવી રયો છે, એનો મારી ઉપર કોય અધિકાર નથી.


ન્યાયના વિષે ઈ બતાયશે કેમ કે, આ જગતના અધિકારીનો ન્યાય કરવામા આવ્યો છે.


તમારો બાપ તો શેતાન છે, અને તમે તમારા બાપના લોભને પુરો કરવા માગો છો. ઈ તો શરુઆતથી જ હત્યારો છે, ઈ હાસ ઉપર ટકી નથી રેતો કેમ કે, એમા હાસ છે જ નય. ઈ ખોટુ બોલે છે, ઈ પોતાના સ્વભાવના પરમાણે બોલે છે, કેમ કે ઈ ખોટો છે અને ખોટાય નો બાપ છે.


કે તુ એની આંખુ ખોલ. જેથી ઈ અંધારામાંથી અજવાળા બાજું અને શેતાનના અધિકારમાંથી પરમેશ્વરની બાજુ વળે કે, પરમેશ્વર એના પાપોને માફ કરે અને તેઓ ઈ લોકોની હારે જગ્યા મેળવે જે મારા ઉપર વિશ્વાસ કરીને પવિત્ર કરવામા આવ્યા છે.


તઈ પિતરે કીધું કે, હે અનાન્યા જો શેતાને તારા મનમા પવિત્ર આત્માથી ખોટુ બોલવાનો વિસાર નાખ્યો છે અને ઈ વેસેલી જમીનના રૂપીયામાંથી થોડાક રૂપીયા તે તારી હાટુ રાખી લીધા.


કેમ કે, એવા લોકો આપડા પરભુ મસીહની નય, પણ પોતાની દેહિક ઈચ્છાઓ પુરી કરવાનું કામ કરે છે અને તેઓ મીઠી-મીઠી વાતુ કરે છે અને ઈ લોકોની ખટપટ કરે છે, એવી જ રીતે ઈ ભોળા લોકોને દગો આપે છે.


શાંતિનો પરમેશ્વર જલ્દીથી શેતાનની તાકાતને નાશ કરીને એને તમારી આધીન કરી દેહે. આપડા પરભુ ઈસુ મસીહની કૃપા તમારી ઉપર થાતી રેય.


અને આ કાય નવાયની વાત નથી, કેમ કે, શેતાન પણ પરમેશ્વરનાં તેજના સ્વર્ગદુત હોવાનો દેખાડો કરે છે.


પણ મને બીક લાગે છે કે, જેમ શેતાન એરુના રૂપમાં પોતાની સાલાકીથી ઓલી બાય હવાને છેતરી, ઈ જ તમારા મનને પણ તે પ્રમાણિકતા અને પવિત્રતાથી જે તમે મસીહમાં સેવા કરો છો ક્યાક એને છોડી નો દયો.


ઈ હાટુ જેથી પરમેશ્વરે મને ઉતમ વાતો દેખાડી છે એની ઉપર હું અભિમાની નો બની જાવું, ઈ હાટુ મારા દેહમાં દુખાવો દેવામાં આવ્યો છે, શેતાનનો એક દૂત મને મારે અને અભિમાન કરવાથી મને છેટા રાખે.


જેથી શેતાન આપડો ફાયદો નો ઉઠાવી હકે, કેમ કે આપડે જાણી છયી કે, ઈ સદાય આપણને પાપમાં ભરમાવા હાટુ યોજના બનાવતો રેય છે.


આ જગતના દેવ શેતાને અવિશ્વાસીઓના મનોને આંધળા કરી નાખ્યા છે, ઈ હાટુ કે, મસીહ જે પરમેશ્વરની પ્રતિમા છે, એના મહિમાના હારા હમાસારનું અંજવાળુ તેઓની ઉપર નો થાય.


આ કારણથી, હવે આપડે બાળકોની જેવું નો થાવુ જોયી. હવે આપડે ઈ હોડીની જેમ નથી, જેને વીળો આગળ-પાછળ ધકેલે છે અને હવા આમ-તેમ ફેરવે છે. એનો અરથ આ છે કે, સતુર અને ઢોંગી લોકો હવે પોતાના ખોટા શિક્ષણથી આપણને દગો નથી આપી હકતા.


કોય તમને છેતરી નો જાય ઈ હાટુ સેતતા રયો. કેમ કે, પરભુનુ આવવાનું થાય ઈ પેલા પરમેશ્વરની વિરુધ બળવો થાહે અને વિનાશની હાટુ નિમિત થયેલો માણસ એટલે પાપી માણસ પરગટ થાહે. તઈ પરમેશ્વરનાં ન્યાયનો દિવસ આયશે.


અને બીજુ કારણ આ પણ છે, આદમ શેતાન દ્વારા છેતરાયો નય, પણ હવાએ શેતાનથી છેતરાયને પરમેશ્વરની આજ્ઞા તોડી નાખી.


પણ ભુંડા અને દગો દેનારા માણસો તો વધારેને વધારે ભુંડા થાતા જાહે અને બીજાને છેતરવા જાતા તેઓ પોતે જ છેતરાય જાહે.


કેમ કે, માણસ પરમેશ્વરનો દીકરો છે, જે માસ અને લોહીથી બનેલો છે, ઈ હોતન ઈ જ રીતે તેઓના ભાગીદાર થાય, જેથી ઈ પોતે મરીને મોત ઉપર રાજ કરનારનો, એટલે શેતાનનો નાશ કરે.


જાગૃત રયો કેમ કે, શેતાન તમારો વેરી તમારા ઉપર હુમલો કરવા ઈચ્છે છે, જેથી તમે પરમેશ્વરની આજ્ઞાનું પાલન નો કરો, ઈ ગરજનાર સિંહની જેવો છે જે આગળ-પાછળ જાતા જોવે છે કે, ઈ કોયને ખાય હકે.


આપડે જાણી છયી કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી, અને આખુ જગત શેતાનના કબજામાં છે.


ન્યા હુંધી કે, મીખાએલે પણ જે પરમેશ્વરનાં મુખ્ય સ્વર્ગદુતોમાથી એક છે, એણેય અપમાન નથી કરયુ કેમ કે, જઈ એણે શેતાનની હારે વિવાદ કરયો અને આગમભાખીયા મુસાના દેહને લેવા હાટુ પોતાના અધિકારનો પડકાર કરયો, તઈ મીખાએલે ઈ નો વિસારુ કે, એની પાહે ખરાબ વાતો બોલીને શેતાન ઉપર આરોપ મુકવાનો અધિકાર છે. પણ એણે કીધું કે, “પરભુ તને ખીજાય.”


તમે બધાય જે સ્વર્ગમા રયો છો, તમારે રાજી થાવુ જોયી, પણ તમે જે પૃથ્વી ઉપર અને દરીયામા રયો છો, ભયાનક રીતેથી પીડાહો કેમ કે, શેતાન તમારી પાહે નીસે આવી ગયો છે અને ઈ બોવ જ ગુસ્સામા છે કેમ કે, ઈ જાણે છે કે એની પાહે કામ કરવાનો જાજો વખત નથી.


તઈ એક બીજી અદભુત નિશાની આભમાં દેખાણી, એક બોવ મોટો લાલ અજગર હતો જે શેતાન છે, જેને હાત માથા અને દસ શીંગડા હતાં, અને એના હાતેય માથા ઉપર હાત મુગટ હતા.


પરમેશ્વરનાં મુખ્ય સ્વર્ગદૂતમાંથી એક જેનું નામ મીખાએલ છે, એને આધીન રેનારા બીજા દુતો અજગર હારે બાધણું કરવા નીકળા અને અજગર અને એના દૂતોએ મીખાએલ વિરુધ બાધણું કરયુ


પણ અજગર યુદ્ધમાં હારી ગયો. અજગર અને એના દૂતો સ્વર્ગમા રય હકયા નય.


એણે આ સમત્કાર પેલા હિંસક પશુ તરફથી કરયા. આવુ કરવાથી એણે પૃથ્વીના લોકોને દગો દીધો, તો તેઓએ વિસારુ કે આપડે પેલા હિંસક પશુનુ ભજન કરવુ જોયી. પણ આવુ ઈ હાટુ થયુ કેમ કે, પરમેશ્વરે આવુ થાવા દીધુ. બીજા હિંસક પશુએ પૃથ્વી ઉપર રેનારા લોકોને પેલા હિંસક પશુની આગેવાની કરવા હાટુ એક મૂર્તિ બનાવવાનુ કીધુ, ઈ જે જીવતો હતો, જો કે કોયે એને એક તલવારથી મારી નાખ્યો હતો.


આ મેલી આત્માઓની પાહે સમત્કાર કરવાની તાકાત હતી અને તેઓએ જયને ઈ લોકોને ભેગા કરયા જે આ જગતના બધાય દેશોમાં રાજ કરતાં હતાં જેથી તેઓ સર્વશક્તિશાળી પરભુ પરમેશ્વરનાં મહાન દિવસે એની વિરુધ યુદ્ધ કરવા હાટુ જાય.


એણે હાંક મારીને કીધું હવે હારી ગયુ છે પ્રખ્યાત બાબિલોન શહેર હવે હારી ગયુ છે. આજે દરેક પરકારની મેલી આત્માઓ ન્યા રેવા હાટુ વય જાહે અને ઈ અશુદ્ધ અને ધિક્કારેલ પક્ષીઓના માળાઓ બનાવવાની જગ્યા હશે.


ન્યા ફરીથી કોય દીવો નય હળગે. ફરીથી કોય દિવસ વર અને એની કન્યાની ખુશીનો અવાજ નય આવે. પરમેશ્વર તમારા શહેરનો નાશ કરી નાખશે કેમ કે, તામારાં વેપારી જગતમાં બધાયથી મહાન માણસો હતા. તમે બધાય મંડળીના લોકોને દગો દેવા હાટુ મેલી વિદ્યાનો ઉપયોગ કરયો.


અને ઈ હિંસક પશુને અને એની હારે ખોટા આગમભાખીયા પકડાય ગયા, આ ખોટા આગમભાખીયાઓએ પેલા પશુની તરફથી સમત્કારી નિશાની દેખાડી હતી, જેના દ્વારા એણે એને ભરમાવા, જેની ઉપર ઈ હિંસક પશુની છાપ હતી અને જે એની મૂર્તિનું ભજન કરતાં હતાં, આ બેયને જીવતે-જીવતા ઈ આગના તળાવમા જે ગંધકથી હળગે છે એમા નાખી દીધા.


હું જાણું છું કે, તારું શહેર શેતાનના કબજામાં છે, છતાય તે મારી ઉપરનાં વિશ્વાસને મજબુતીથી પકડી રાખ્યો છે અને તે મારા શિક્ષણને છોડયું નથી, ન્યા હુધી કે તોય પણ નય જઈ બોવ વખત પેલા આંતિપાસની હત્યા કરવામા આવી હતી. ઈ મારા વચનનો પરચાર કરવામા વિશ્વાસ લાયક હતો, ઈ હાટુ એને તારા શહેરમાં મારી નાખવામા આવ્યો જે શેતાનના કબજામા છે.


પણ થુઆતૈરામાં તમે બાકીના લોકોએ ઈ ખોટા શિક્ષણનું અનુસરણ નથી કરયુ, તમે એમા ભાગ નથી લીધો જેને એના ચેલાઓ શેતાનની ઊંડી વાતો કેય છે. હું તમને કવ છું કે, હું તમારી ઉપર કોય બીજી મહત્વની આજ્ઞા નથી હોપતો, સીવાય એની કે, જ્યાં હુધી હું નથી આવતો ન્યા હુધી મારી ઉપર દ્રઢતાથી વિશ્વાસ કરવાનું સાલું રાખો.


હું જાણું છું કે, તને હેરાન કરવામા આવ્યો છે અને તુ ગરીબ છો. પણ આત્મિક બાબતોમાં તુ બોવ ધનવાન છો, હું ઈ લોકોની વિષે જાણું છું જે દાવો કરે છે કે, તેઓ યહુદી લોકો છે, પણ ઈ છે નય. તેઓ તારા વિષે ભુંડી વાતો બોલે છે, પણ ખરેખર તેઓ ઈ ટોળાના સભ્ય છે જે શેતાનનો છે.


પછી તેઓએ શેતાનને જેણે આ બધાય લોકોને ભરમાવા હતાં, ઈ જગ્યાએ ફેકી દીધો જ્યાં આગ ગંધકથી હળગે છે; ઈ એવી જગ્યાએ હશે જ્યાં તેઓએ પેલાથી જ હિંસક પશુને અને ખોટા આગમભાખીયાઓને ફેકી દીધા હતા. તેઓ રાત-દિવસ સદાસર્વકાળ રીબાયા કરશે.


જઈ હજાર વરહ પુરા થાહે તો સ્વર્ગદુત શેતાનને જ્યાં ઈ બંધાયેલો છે ન્યાથી છોડી દેહે અને ઈ એવા દેશોને દગો દેવા હાટુ બારે આવી જાહે જે આખા જગતમાં ફેલાયેલા છે આ દેશનાં લોકોને ગોગ અને માગોગ કેવામાં આવે છે, શેતાન એને બધાયને એક જગ્યાએ ભેગા કરશે જ્યાં ઈ યુદ્ધ કરશે, ઈ ઘણાય બધાય હશે જેમ કે, દરિયાની રેતીની જેમ એને કોય ગણી નય હકે.


સાવધાન રેજે, જે શેતાનની સભાના છે, જે કેય છે કે, અમે યહુદી લોકો છયી, પણ તેઓ યહુદી નથી, ઈ ખોટુ બોલે છે હું તેઓની પાહે એવુ કરાવય, કે ઈ આવીને તારા પગ આગળ નમશે, અને મે તારા ઉપર પ્રેમ રાખ્યો છે એવુ ઈ જાણશે.


જઈ પાંચમાં સ્વર્ગદુતે રણશિંગડું વગાડુ, તો મે આભથી પૃથ્વી ઉપર એક તારો પડતા જોયો, પરમેશ્વરે એને ઈ સાવી આપી, જે આ ખાડાને ખોલી હકે છે જેના ઊંડાણનો કોય અંત નથી.


બાકીની માણસજાત જે આ આફતોથી મરી નય, તેઓએ તેમના હાથોના કામ અંગે પસ્તાવો કરયો નય અને મેલી આત્માઓ અને હોના, સાંદી, કાહુ, પાણા અને લાકડીની મૂર્તિઓ જે જોવામા, હાંભળવામાં, હાલવામા સક્ષમ નથી, એનુ ભજન કરવાથી રોકાણા નય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ