પણ પરમેશ્વરે ઈ બાયને ગરુડની બે મોટી પાંખો આપી, જેથી ઈ જગ્યાએથી ઈ ઉડી જાય જે વગડામાં એની હાટુ તૈયાર કરવામા આવી હતી, અને ન્યા હાડી ત્રણ વરસ હુધી એની દેખભાળ કરવામા આવી જેથી એરુ એની હુધી પુગી હકે નય.
તઈ આત્માની મદદથી સ્વર્ગદુત મને વગડામાં લય ગયો, આત્માએ મને પોતાના નિયંત્રણમાં કરી લીધો અને ન્યા મે એક બાયને જોય, જે એક હિંસક પશુ ઉપર બેઠીતી, જે લાલ રંગનો હતો. એના હાત માથા અને દસ શીંગડા હતાં, એના દેહ ઉપર ઈ નામો લખેલા હતાં, જે પરમેશ્વરનું અનાદર કરે છે,