5 તઈ ઈ બાયે એક છોકરાને જનમ આપ્યો પણ એને અજગર ખાય નો હકયો કેમ કે, એને તરત આસકી લીધો અને પરમેશ્વર એને એની રાજગાદી ઉપર લીયાવો, ઈ છોકરો એક લોઢાંની લાકડીથી બધાય દેશોના લોકો ઉપર રાજ કરશે.
હું મસીહમાં એક માણસને જાણું છું, જેને સવુદ વરહ પેલા જ્યાં પરમેશ્વર રેય છે ન્યા સ્વર્ગમાં લય લેવામાં આવ્યો, દેહની હારે કા તો આત્માની હારે ઈ પરમેશ્વર જ જાણે છે.