Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 12:17 - કોલી નવો કરાર

17 આ કારણે અજગર ઈ બાય ઉપર બોવ ગુસ્સે થયો, એટલે એણે બાયના વંશજોની વિરુધ યુદ્ધની જાહેરાત કરી, એટલે ઈ લોકોની વિરુધ જે પરમેશ્વરની આજ્ઞાઓને માંને છે, અને ઈસુ દ્વારા શીખવાડેલ હાસા શિક્ષણો પરમાણે મજબુત બનેલા રેય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 12:17
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને મે તમને જે જે આજ્ઞાઓ આપી છે, ઈ બધી પાળવાનું તેઓને શીખવતા જાવ, અને યાદ રાખો અને જોવ, જગતના છેલ્લા વખત હુધી હું તમારી હારે છું.”


તમારો બાપ તો શેતાન છે, અને તમે તમારા બાપના લોભને પુરો કરવા માગો છો. ઈ તો શરુઆતથી જ હત્યારો છે, ઈ હાસ ઉપર ટકી નથી રેતો કેમ કે, એમા હાસ છે જ નય. ઈ ખોટુ બોલે છે, ઈ પોતાના સ્વભાવના પરમાણે બોલે છે, કેમ કે ઈ ખોટો છે અને ખોટાય નો બાપ છે.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમારી ન્યા નો તો વાતોની સાલાકીનો ઉપયોગ કરવા આવ્યો, અને નો તો ઉતમ જ્ઞાન બતાવવા આવ્યો, પણ હું તમારી ન્યા પરમેશ્વરનાં ભેદને પરગટ કરવા હાટુ આવ્યો હતો.


જાગૃત રયો કેમ કે, શેતાન તમારો વેરી તમારા ઉપર હુમલો કરવા ઈચ્છે છે, જેથી તમે પરમેશ્વરની આજ્ઞાનું પાલન નો કરો, ઈ ગરજનાર સિંહની જેવો છે જે આગળ-પાછળ જાતા જોવે છે કે, ઈ કોયને ખાય હકે.


જો આપડે પરમેશ્વરની આજ્ઞાઓ પાળશું તો એનાથી આપડે ખબર પડી જાહે છે કે આપડી સંગતી પરમેશ્વરની હારે છે.


જે પરમેશ્વરનો દીકરો ઈસુ ઉપર વિશ્વાસ કરે છે, ઈ જાણે છે કે, પરમેશ્વરે જે કાય કીધું છે ઈ હાસુ છે. પણ જેણે પરમેશ્વર ઉપર વિશ્વાસ નથી કરયો, એણે પરમેશ્વરને ખોટો ગણયો કેમ કે, એણે સાક્ષી ઉપર વિશ્વાસ નથી કરયો, જે પરમેશ્વરે પોતાના દીકરાની વિષે આપી છે.


જઈ આપડે પરમેશ્વરથી પ્રેમ રાખી છયી, અને એની આજ્ઞાઓને પાળી છયી, તો એનાથી જ આપડે આ જાણી છયી કે, આપડે પરમેશ્વરનાં સંતાનોથી પ્રેમ રાખી છયી.


યોહાને પરમેશ્વરનાં વચન અને ઈસુ મસીહની સાક્ષીની વિષે માહિતી આપી ઈ બધીય વસ્તુની વિષે જે એણે જોયું.


હું તમારો ભાઈ યોહાન છું જે પરમેશ્વરનાં રાજ્યનો તમારી હારે ભાગીદાર છું, અને તમારી હારે પીડા અને દુખ પણ ધીરજથી સહન કરું છું કેમ કે, આપડે ઈસુના છયી, પરમેશ્વરનો સંદેશો હંભળાવવા અને ઈસુ વિષે સાક્ષી દેવાના કારણે હું પાત્મસ નામના ટાપુમાં હતો.


જઈ બે સાક્ષી પરમેશ્વરનાં સંદેશાનો પરચાર કરી નાખશે, તો ઈ હિંસક પશુ જે ઊંડાણના ખાડામાથી નિકળશે, ઈ બેય લોકોની હારે બાધશે, તેઓને હરાયશે અને તેઓને મારી નાખશે.


પણ ઠીક ઈ જ વખતે ન્યાની જમીન ફાટી ગય અને ઈ બધુય પાણી જે અજગરના મોઢામાથી નીકળુ હતુ, જમીનમા વયુ ગયુ, અને બાયની મદદ કરી.


ઈ પશુને આ અધિકાર આપ્યો કે, ઈ પવિત્ર લોકોની હામે બાધે અને તેઓની ઉપર જીત મેળવે અને તેઓને દરેક કુળ, લોકો, ભાષા અને દેશ ઉપર અધિકાર દેવામા આવ્યો.


કેમ કે, ઈ વાતો થાવા જય રય છે પરમેશ્વરનાં લોકોને ધીરજ રાખવી જોયી, આ ઈ લોકો છે જે પરમેશ્વરની આજ્ઞાઓને માને છે, અને ઈસુ ઉપર વિશ્વાસ રાખે છે.


ઈ બધાય ઘેટાના બસ્સાની હારે યુદ્ધ કરશે, પણ ઘેટાનું બસુ એને હરાવી દેહે, કેમ કે, ઈ પરભુઓનો પરભુ અને રાજાઓનો રાજા છે, ઈ એને પોતાના બોલાવેલા, ગમાડેલા અને વિશ્વાસુ અનુયાયીઓની હારે હરાવી દેહે.


અને મે જોયુ કે, ઈ બાય પરમેશ્વરનાં લોકોના લોહીના નશામા હતી, એટલે ઈ લોકોને જેને લોકોએ મારી નાખ્યા હતાં કેમ કે, ઈ ઈસુ ઉપર ભરોસો કરતાં હતા; જેથી હું બોવજ નવાય પામ્યો.


પછી કોકે સ્વર્ગથી કીધુ કે, “હે સ્વર્ગમા રેનારા, બાબિલ શહેરની હારે જે થયુ છે એની ઉપર રાજી થા! તમે જે પરમેશ્વરનાં લોકો છો, જેમા ગમાડેલા ચેલાઓ અને આગમભાખીયાઓ હારે છે, રાજી થાવ. તમારે રાજી થાવુ જોયી; પરમેશ્વરે ઈ લોકોને વ્યાજબી સજા આપી છે કેમ કે, તેઓએ તમારી વિરુધ બોવ જ ખરાબ કામ કરયુ છે.”


તઈ હું એને દંડવત સલામ કરવા હાટુ એના પગે પડયો, એણે મને કીધું કે, મને દંડવત સલામ નો કર. હું ખાલી પરમેશ્વરનો એક ચાકર છું જેવો તુ છો અને તારા ભાઈની જેમ જે ઈસુ દ્વારા પરગટ કરેલા હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરે છે અને માંને છે ખાલી પરમેશ્વર જ છે જેનું તારે ભજન કરવુ જોયી. કેમ કે, પરમેશ્વરની આત્મા જ છે જે પરમેશ્વરનાં લોકોને ઈસુ દ્વારા બતાવવામાં આવેલા હાસનો પરચાર કરવા લાયક બનાવે છે.


પછી મે ઈ હિંસક પશુને જોયો જે દરીયામાથી બારે આવ્યો હતો અને પૃથ્વીના રાજાઓ અને એની સેનાઓને જોય, ઈ ઘોડા ઉપર બેહેલા અને એના સિપાયોની વિરુધ યુદ્ધ કરવા હાટુ એક હારે આવ્યા.


એની પછી મે કાક રાજગાદી જોય અને જે લોકો ઈ રાજગાદી ઉપર બેઠા હતાં તેઓને રાજ કરવાનો અધિકાર આપવામા આવ્યો હતો. મે ઈ લોકોની આત્માઓને પણ જોય, જેના માથાઓ કાપી નાખવામાં આવ્યા હતાં કેમ કે, તેઓએ ઈ માન્યુ હતુ કે, ઈસુ એનો પરભુ હતો અને તેઓ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરતાં હતા. ઈ લોકોએ હિંસક પશુ કે, એની મૂર્તિનુ ભજન કરયુ નોતુ, તેઓએ પોતાના માથા કે હાથ ઉપર હિંસક પશુની છાપ નોતી છપાવી. આ લોકો ફરીથી જીવતા થય ગયા અને એક હજાર વરહ હુધી મસીહની હારે મળીને રાજ્ય કરયુ.


આશીર્વાદિત છે તેઓ, જે પોતાના લુગડાને ઘેટાના બસ્સાના લોહીથી શુદ્ધ બનાવી લેય છે કેમ કે, તેઓને ઈ શહેરના દરવાજાથી અંદર આવવાનો અધિકાર દેવામા આયશે અને ઈ ઝાડથી ફળ ખાવાનો અધિકાર આપવામા આયશે જે જીવન આપનાર છે.


જઈ ઘેટાના બસ્સાએ પાંચમી મુદ્રાઓ ખોલી, તઈ મે વેદીની નીસે ઈ લોકોની આત્માઓને જોય જેઓને મારી નાખવામાં આવ્યા હતા. કેમ કે, તેઓ પરમેશ્વરનાં વચન વિષે અને ઈ સંદેશાના વિષે વિશ્વાસુ હતાં જે એને મળ્યું હતું.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ