Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 11:3 - કોલી નવો કરાર

3 હું મારાં બે માણસોને મોકલય જે મારાં હાસા સંદેશાને જાહેર કરશે. ઈ હોગ કરવાનાં લુંગડા પેરશે અને ઈ 1,260 દિવસ હુધી મારા સંદેશાને જાહેર કરશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 11:3
43 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ ખોરાજીન, તને હાય! હાય! ઓ બેથસાઈદા, જે સમત્કારી કામ તમારામાં કરવામાં આવ્યું, ઈ જો તુર અને સિદોન શહેરના લોકોમાં થયુ હોત, તો તેઓ ક્યારનોય પન્યો ઓઢીને અને રાખમાં બેહીને પસ્તાવો કરયો હોત.


પણ જો ઈ નો હાંભળે તો, મુસાની વ્યવસ્થા મુજબ, એક બે માણસને તારી હારે લે, ઈ હાટુ કે, હરેક વાત બે કા ત્રણ સાક્ષીના મોઢાથી સાબિત થાય.


ઓ ખોરાજીન, તને હાય! હાય! ઓ બેથસાઈદા, જે સમત્કારી કામ તમારામાં કરવામાં આવ્યું, ઈ જો તુર અને સિદોન શહેરના લોકોમાં થયુ હોત, તો તેઓ ક્યારનાય પન્યો ઓઢીને અને રાખમાં બેહીને પસ્તાવો કરો હોત.


આ બધીય વાતના સાક્ષીઓ તમે છો.


અને તમે જગતના લોકોને મારા વિષે બતાયશો, કેમ કે તમે શરૂવાતથીજ મારી હારે છો.


યોહાને જવાબ દીધો કે, “જઈ કોય માણસને સ્વર્ગમાંથી આપવામાં આવ્યું નો હોય, ન્યા હુધી ઈ કાય પામી હકતો નથી.


પણ જઈ પવિત્ર આત્મા તમારામા આયશે, તઈ તમે સામર્થ પામશો; અને યરુશાલેમ શહેર અને સમરૂન પરદેશ અને આખા યહુદીયામાં અને આખા જગતના છેડા હુધી લોકો મારી વિષે સાક્ષી થાહે.


અને ઈ પોતાના સેવકોને જે એની હારે ગાલીલ પરદેશથી યરુશાલેમ શહેર આવ્યા હતાં, તેઓ બોવ બધાય દિવસ હુધી દેખાતા રયા. અને લોકોની હામે હવે; ઈ જ એના સાક્ષી છે.


ઈ ઈસુને પરમેશ્વરે મરેલામાંથી જીવાડીયો, એના અમે બધાય સાક્ષી છયી.


અને તમને જેણે અનંતજીવન દીધુ છે, એને તમે મારી નાખ્યો, જેને પરમેશ્વરે મરણમાંથી પાછો જીવતો કરયો હતો, અને ઈ વાતના અમે સાક્ષી છયી.


મંડળી અને મસીહના આ દેહમાં, પરમેશ્વરે આપણને જુદા જુદા પરકારના કામો આપ્યા છે: બધાયની પેલા, થોડાકને ગમાડેલા ચેલા થાવા હાટુ ગમાડીયા, બીજા આગમભાખીયાઓ, ત્રીજા શિક્ષકો, પછી સમત્કાર કરનારાઓ, હાજા કરનારાઓ, મદદ કરનારાઓ, વહીવટકરનારાઓ, અને જુદી જુદી ભાષા બોલનારાઓ.


આ ત્રીજીવાર હું તમારી મુલાકાત લેવા આવવાનો છું કે, “કોય પણ આરોપ બે, કા ત્રણ સાક્ષીના મોઢેથી પુરાવો સાબિત થાવો જોયી,” એવું શાસ્ત્રમાં લખેલુ છે.


આ મસીહ હતો જેણે આ જવાબદારી મંડળીને દીધી, એમ જ કેટલાય ગમાડેલા ચેલાઓ, કેટલાય આગમભાખીયાઓ, કેટલાય હારા હમાસાર પરચારકો, કેટલાયને પાળકો અને શિક્ષકો બનાવ્યા.


ઈસુ મસીહ જેણે આપણને વિશ્વાસથી પરમેશ્વરની વિષે હાસાય બતાવી છે ઈ આપણને દયા દેખાડે અને શાંતિ દેય કેમ કે, આ પેલો છે; જેને પરમેશ્વરે મોત પછી ફરીથી જીવતો ઉઠાડયો હતો અને આ ઈ જ છે જે જગતના રાજાઓ ઉપર રાજ્ય કરે છે, ઈ ઈ જ છે જે આપણને પ્રેમ કરે છે અને જેણે આપડા પાપોના લેખને મટાડી દીધા છે, એણે એવુ કરયુ જઈ ઈ વધસ્થંભ ઉપર પોતાનુ લોહી વહેવડાવીને મરયો.


પણ મંદિરની બારનું આંગણું માપતો નયનો, કેમ કે ઈ બિનયહુદીઓને આપવામાં આવ્યું છે, તેઓ બેતાલીસ મયના હુધી ઈ પવિત્ર શહેર યરુશાલેમ શહેરને છુંદી નાખશે.


એની પાહે આભને બંધ કરવાઓ અધિકાર છે, જેથી ઈ આગમભાખવાના વખતે ક્યાય વરસાદ નો હોય, એની પાહે પાણીની ઉપર તાકાત છે, કે, ઈ એને લોહીમાં બદલી હકે, અને જઈ પણ ઈ ઈચ્છે દરેક રીતના રોગશાળાથી પૃથ્વી ઉપર હુમલો કરે.


અને ઈ બાય વગડામાં ભાગી ગય, જ્યાં પરમેશ્વર તરફથી એની હાટુ જગ્યા તૈયાર કરી હતી, ન્યા એની 1,260 દિવસ હુધી દેખરેખ થય હકે.


પરમેશ્વરે પશુને પોતાના અધિકારની વિષે અભિમાનથી બોલવાની રજા આપી અને આ રીતે ઈ એનો અનાદર કરે. પરમેશ્વરે એને બેતાલીસ મયના હુધી આ અધિકાર રાખવાની રજા આપી.


તઈ હું એને દંડવત સલામ કરવા હાટુ એના પગે પડયો, એણે મને કીધું કે, મને દંડવત સલામ નો કર. હું ખાલી પરમેશ્વરનો એક ચાકર છું જેવો તુ છો અને તારા ભાઈની જેમ જે ઈસુ દ્વારા પરગટ કરેલા હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરે છે અને માંને છે ખાલી પરમેશ્વર જ છે જેનું તારે ભજન કરવુ જોયી. કેમ કે, પરમેશ્વરની આત્મા જ છે જે પરમેશ્વરનાં લોકોને ઈસુ દ્વારા બતાવવામાં આવેલા હાસનો પરચાર કરવા લાયક બનાવે છે.


એની પછી મે કાક રાજગાદી જોય અને જે લોકો ઈ રાજગાદી ઉપર બેઠા હતાં તેઓને રાજ કરવાનો અધિકાર આપવામા આવ્યો હતો. મે ઈ લોકોની આત્માઓને પણ જોય, જેના માથાઓ કાપી નાખવામાં આવ્યા હતાં કેમ કે, તેઓએ ઈ માન્યુ હતુ કે, ઈસુ એનો પરભુ હતો અને તેઓ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરતાં હતા. ઈ લોકોએ હિંસક પશુ કે, એની મૂર્તિનુ ભજન કરયુ નોતુ, તેઓએ પોતાના માથા કે હાથ ઉપર હિંસક પશુની છાપ નોતી છપાવી. આ લોકો ફરીથી જીવતા થય ગયા અને એક હજાર વરહ હુધી મસીહની હારે મળીને રાજ્ય કરયુ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ