19 અને પરમેશ્વરનું જે મંદિર સ્વર્ગમા છે, ઈ ખોલવામાં આવ્યું અને એના મંદિરમાં તેઓના કરારની પેટી જોવામાં આવી અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ, ધરતીકંપ અને બોવજ કરાનો વરસાદ થયો.
ઈ વખતે યરુશાલેમ શહેરમાં એક મોટો ધરતીકંપ થ્યો અને શહેરના મહેલોનો દસમો ભાગ નાશ થય ગયો અને ઈ ધરતીકંપથી 7,000 લોકો મરી ગયા અને જે લોકો બસી ગયા હતાં તેઓ ગભરાયને રોવા લાગ્યા અને ઈ પરમેશ્વરની મહાનતાની મહિમા કરવા લાગ્યા જે સ્વર્ગમા છે.
તઈ હાતમા સ્વર્ગદુતે પોતાનુ રણશિંગડું વગાડુ અને મોટા અવાજો સ્વર્ગમા બોલ્યા અને કીધું કે, “જગતનુ રાજ્ય આપડા પરભુ પરમેશ્વર અને એના મસીહનું રાજ્ય બની ગ્યુ છે અને ઈ સદાય હાટુ રાજ્ય કરશે.”
એની પછી મે દર્શનમાં મંદિરમાંથી એક તેજ અવાજને હાત સ્વર્ગદુતોથી આવું કેતા હાંભળ્યું કે, “જાવો જગતના લોકો ઉપર પરમેશ્વર તરફથી દંડને રેડી નાખો જે હાત પ્યાલામાં છે.”
અને મોટા કરા આભમાથી લોકો ઉપર પડયા, જેમા દરેક કરાનો વજન લગભગ 50 કિલો હતો. જેના લીધે તેઓએ પરમેશ્વરનો નકાર કરો કેમ કે, તેઓને પરમેશ્વર તરફથી એની ઉપર મોકલવામા આવેલી આફતોને લીધે ખુબ વધારે પીડા સહન કરવી પડી.
પછી મે સ્વર્ગને ખુલો જોયો, અને જોવ છું કે, એક ધોળો ઘોડો છે અને એની ઉપર એક બેઠેલો છે, જે પરમેશ્વરનો વિશ્વાસ લાયક અને હાસો કેવાય છે, ઈ એની જેમ જે પરમેશ્વરની નજરમાં હાસુ છે, પરમેશ્વરનાં વેરીઓની વિરુધ ન્યાય કરે અને યુદ્ધ કરે છે.
મારી આ બધીય વાતોને જોયા પછી, મે યોહાને સ્વર્ગમા એક ખોલેલો કમાડ જોયો, પછી મે ઈજ પેલો અવાજ બીજીવાર હાંભળ્યો જો કે એક રણશિંગડાના અવાજ જેવો હતો. એણે મને કીધું, “મારી પાહે આયા ઉપર આવ, અને હું ઈ વાતો તને બતાવય, જેને આ વાતો પુરી થાવી જરૂરી છે.”
ઈ હાટુજ તેઓ પરમેશ્વરની રાજગાદીની હામે ઉભા છે, અને તેઓ દરેક વખતે રાત-દિવસ પરમેશ્વરનાં મંદિરમાં એનુ ભજન કરે છે, અને જે રાજગાદી ઉપર બેહે છે, એની વસે રેહે અને એની દેખરેખ કરશે.