16 અને સોવીસ વડીલો જે પરમેશ્વરની હામે પોત-પોતાની રાજગાદી ઉપર બેઠાતા, પરમેશ્વરને ઈ બધાય દંડવત સલામ અને ભજન કરીને,
ઈસુએ તેઓને કીધુ કે, હું તમને હાસુ કહું છું, કે જઈ નવી ઉત્પતિમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન ઉપર બેયશે, તઈ તમે, મારી વાહે આવનારા, ઈઝરાયલ દેશના બારે કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસન ઉપર બેહશો.
અને સોવીસ વડીલો અને સ્યારેય જીવતા પ્રાણીઓએ દંડવત સલામ કરીને પરમેશ્વરનું ભજન કરયુ; જે રાજગાદી ઉપર બેઠો હતો, અને કીધું “આમીન! હાલેલુયા!”
ઈ રાજગાદીની સ્યારેય બાજુ સોવીસ બીજી રાજગાદી હતી, અને આ રાજગાદી ઉપર સોવીસ વડીલો સફેદ લુગડા પેરીને બેહેલા મે જોયા, અને એના માથા ઉપર હોનાના મુગટ હતા.
તઈ સ્યારેય જીવતા પ્રાણીઓએ કીધું કે, આમીન. અને વડીલોએ દંડવત પ્રણામ કરીને એનુ ભજન કરયુ.
સ્યારેય સ્વર્ગદુત રાજગાદીની સ્યારેય બાજુ અને વડીલોની અને સ્યારેય જીવતા પ્રાણીઓની સ્યારેય બાજુ ઉભા હતાં, ઈ બધાએ દંડવત સલામ કરયા અને પરમેશ્વરનું ભજન કરીને,