પ્રકટીકરણ 1:9 - કોલી નવો કરાર9 હું તમારો ભાઈ યોહાન છું જે પરમેશ્વરનાં રાજ્યનો તમારી હારે ભાગીદાર છું, અને તમારી હારે પીડા અને દુખ પણ ધીરજથી સહન કરું છું કેમ કે, આપડે ઈસુના છયી, પરમેશ્વરનો સંદેશો હંભળાવવા અને ઈસુ વિષે સાક્ષી દેવાના કારણે હું પાત્મસ નામના ટાપુમાં હતો. အခန်းကိုကြည့်ပါ။ |
આપડા વિશ્વાસીઓએ શેતાન ઉપર જીત મેળવી છે, તેઓને એણે ઘેટાના બસ્સાના લોહીના સામર્થ્યથી હરાવ્યા છે, જે એને એના પાપોથી છોડાવવા હાટુ મરી ગયો હતો, તેઓએ એને હરાવી દીધો કેમ કે, તેઓએ આ અપનાવવાનુ સાલું રાખ્યુ કે ઘેટાનુ બસુ એનો પરમેશ્વર હતો, ન્યા હુધી કે એને હેરાન કરીને, મારી નાખવામા આવ્યો, પણ તેઓ પોતાને ઈ અપનાવવા હાટુ પાછા નો હટયા.
તઈ હું એને દંડવત સલામ કરવા હાટુ એના પગે પડયો, એણે મને કીધું કે, મને દંડવત સલામ નો કર. હું ખાલી પરમેશ્વરનો એક ચાકર છું જેવો તુ છો અને તારા ભાઈની જેમ જે ઈસુ દ્વારા પરગટ કરેલા હાસા શિક્ષણ ઉપર વિશ્વાસ કરે છે અને માંને છે ખાલી પરમેશ્વર જ છે જેનું તારે ભજન કરવુ જોયી. કેમ કે, પરમેશ્વરની આત્મા જ છે જે પરમેશ્વરનાં લોકોને ઈસુ દ્વારા બતાવવામાં આવેલા હાસનો પરચાર કરવા લાયક બનાવે છે.
એની પછી મે કાક રાજગાદી જોય અને જે લોકો ઈ રાજગાદી ઉપર બેઠા હતાં તેઓને રાજ કરવાનો અધિકાર આપવામા આવ્યો હતો. મે ઈ લોકોની આત્માઓને પણ જોય, જેના માથાઓ કાપી નાખવામાં આવ્યા હતાં કેમ કે, તેઓએ ઈ માન્યુ હતુ કે, ઈસુ એનો પરભુ હતો અને તેઓ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરતાં હતા. ઈ લોકોએ હિંસક પશુ કે, એની મૂર્તિનુ ભજન કરયુ નોતુ, તેઓએ પોતાના માથા કે હાથ ઉપર હિંસક પશુની છાપ નોતી છપાવી. આ લોકો ફરીથી જીવતા થય ગયા અને એક હજાર વરહ હુધી મસીહની હારે મળીને રાજ્ય કરયુ.