Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 1:20 - કોલી નવો કરાર

20 હવે હું બતાવય કે મારા જમણા હાથના હાત તારાઓનો શું અરથ છે અને હોનાની હાત દીવીઓનો શું અરથ છે જેમ કે પેલા ખબર નોતી કે એનો અરથ આમ છે. હાત તારા જે સ્વર્ગદુતોને દર્શાવે છે ઈ હાત મંડળીઓની રખેવાળી કરે છે અને હાત દીવીઓ હાત મંડળીઓને દર્શાવે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 1:20
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

એણે કીધુ કે, પરમેશ્વરનાં રાજ્યનું ભેદ જાણવાની હમજ તમને આપેલી છે, પણ તેઓને આપેલી નથી.


એણે કીધું કે, પરમેશ્વરનાં રાજ્યનું ભેદ જાણવાની હમજ તમને આપેલી છે, પણ બીજાઓને દાખલામાં બતાવવામાં આવે છે; કેમ કે, તેઓ જોવે છે પણ જાણતા નથી, અને હાંભળે છે, પણ તેઓ હમજતા નથી.


કેમ કે, મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પોતાને બુદ્ધિમાન નો હમજો, ઈ હાટુ મારી ઈચ્છા નથી કે, આ ભેદ વિષે તમે અજાણ્યા રયો કે, બિનયહુદીઓની સંપૂર્ણતા અંદર આવે ન્યા હુધી ઈઝરાયલ દેશને કઠીનતા થય છે.


એણે મને કીધું કે, “જે કાય તુ ભાળશો, એને સોપડીમા લખીને ઈ હાત મંડળીઓને મોકલ જે આ શહેરોમાં છે. એફેસસ, સ્મર્ના, પર્ગામમ, થુઆતૈરા, સાર્દિસ, ફિલાડેલ્ફિયા અને લાઓદિકિયા.”


એના પોતાના જમણા હાથમાં હાત તારા હતાં, અને એના મોઢામાથી તેજ બેધારી સામર્થી તલવાર નીકળતી હતી અને એનુ મોઢુ ભર-બપોરે તપતા સુરજની જેમ સમકતુ હતુ.


હું, યોહાન, આ પત્ર તમને હાતેય મંડળીઓના વિશ્વાસીઓ હાટુ લખી રયો છું, જે આસિયા પરદેશમા આવેલી છે, હું પ્રાર્થના કરું છું કે તમને પરમેશ્વર તરફથી કૃપા અને શાંતિ મળે, આ ઈ જ પરમેશ્વર છે; જે વખતની શરુઆતથી લયને અત્યાર હુધી અને સદાય હાટુ નથી બડલાતા, અને પરમેશ્વરની રાજગાદીની હામે જે હાત આત્માઓ છે એની તરફથી.


એના માથા ઉપર એક નામ લખેલુ હતું જેનો એક ગુપ્ત અરથ હતો જે આ રીતે હતો “હું મહાન શહેર બાબિલોન છું હું બધીય વેશ્યાઓની મા છું” જે જગતની બધીય ખરાબ વસ્તુઓની મુળ જગ્યા છું


ઈ સ્વર્ગદુતે મને કીધું કે, તુ કેમ નવાય પામ્યો? હું આ બાય, અને ઈ હિંસક પશુનો, જેની ઉપર ઈ બેઠી છે, અને જેના હાત માથા અને દસ શિંગડા છે, હું તને આનો ગુપ્ત અરથ બતાવું છું


એણે મને ઈ હોતન કીધું કે, એફેસસ શહેરની મંડળીના સ્વર્ગદુતને આ સંદેશો લખ કે, હું ઈ જ છું; જે પોતાના જમણા હાથમાં હાત તારા રાખું છું, અને જે હોનાની હાત દીવીઓની વસે હાલું છું હું તમને આ કવ છું


પર્ગામમના શહેરમાં મંડળીના દુતને આ સંદેશો લખ, હું આ વાત તને કય રયો છું હું ઈ જ છું; જેની પાહે તલવાર છે જેની બેય ધાર હજાવેલી છે.


થુઆતૈરા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, “હું, પરમેશ્વરનો દીકરો જેની આખું આગની જ્વાળાની જેમ છે, અને જેના પગ પીતળની જેમ સમકે છે જેમ તેજ ગરમ આગમાં સમકે છે.” ઈ આ કેય છે,


યાદ કર કે, તુ શરૂઆતમાં મને કેમ પ્રેમ કરતો હતો, અને હવે તુ મને એવી રીતે પ્રેમ નથી કરતો. આ વાતથી પસ્તાવો કર અને મને એવી જ રીતે પ્રેમ કરવાનું સાલું રાખ જેમ તુ શરૂઆતમાં કરતો હતો. અને જો તુ પસ્તાવો નય કર, તો તારી દીવીને એની જગ્યાએથી હું આઘી કરી દેય.


આ સંદેશાને સ્મર્ના શહેરની મંડળીના જુથના સ્વર્ગદુતને લખ, “હું તમને આ વાતુ કય રયો છું હું પેલો છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હું જ છેલ્લો છું, જે બધીય વસ્તુઓનો અંત કરય. હું ઈ જ છું; જે મરી ગ્યોતો અને ફરીથી જીવતો થય ગયો.


હું આ સંદેશો સાર્દિસ શહેરની મંડળીના સ્વર્ગદુતને લખું છું, આ સંદેશો એની તરફથી છે જે હાત તારાઓને પોતાના હાથમાં રાખે છે, અને જે પરમેશ્વરનાં હાત આત્માઓને મોકલે છે કે હું તારા કામોને જાણું છું, તુ જીવતો કેવા છો, પણ છો મરેલો.


લાઓદિકિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, હું જે આમીન કેવાવ છું, કેમ કે, હું વિશ્વાસુ છું, અને હું પરમેશ્વરનાં વિષે જે પણ ખરાય કરું છું, ઈ હાસુ છે, જે કાય પણ એણે બનાવું છે હું ઈ બધાયનો મૂળરૂપ પણ છું હું જે કવ છું ઈ હાંભળો


ફિલાડેલ્ફિયા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, “આ સંદેશો એની તરફથી છે જે પવિત્ર અને હાસથી છે, ઈ જેની પાહે દાઉદનાં રાજ્ય ઉપર અધિકાર છે, જો ઈ કમાડ ખોલે છે, તો કોય પણ એને બંધ નથી કરી હક્તો અને જો ઈ એને બંધ કરી દેય, તો કોય પણ એને ખોલી નથી હકતો.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ