આ સોપડીમા ઈ વાતુ છે જે ઈસુ મસીહે મને યોહાનને દેખાડયુ. પરમેશ્વરે આ વાતુ ઈસુને બતાવી, જેથી ઈ આ વાતુંને એના ચાકરોને બતાવે આ વાતુ જલ્દી થાહે, ઈસુએ આ વાતુ પોતાના દુતને મોકલીને મને એના ચાકર યોહાનને બતાડી.
ઈ હાતેય ગર્જના નો અવાજ હંભળાય ગયો, તઈ હું લખવા હાટુ તૈયાર હતો, પણ મે સ્વર્ગથી આ અવાજ હાંભળ્યો કે, “જે ગર્જનાએ કીધું છે એને ગુપ્ત રાખ અને આ વાતુંને લખતો નય.”
તઈ સ્વર્ગદુતે મને કીધું કે, “આ લખ કે, તેઓ આશીર્વાદિત છે, જે ઘેટાનાં બસ્સાના લગનના જમણવારમાં નોતરવામાં આવ્યા છે.” પછી એણે મને કીધું કે, “આ વાતુ જે પરમેશ્વરે કીધી છે હાસી છે.”