Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 1:17 - કોલી નવો કરાર

17 જઈ મે એને જોયો, તો હું તરત એના પગમા પડી ગયો અને હું એક મરેલા માણસની જેમ થય ગયો, પણ એણે મારી ઉપર પોતાનો જમણો હાથ રાખીને આ કીધુ કે, “બી મા, હું પેલો છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી અને હું જ છેલ્લો છું; જે બધીય વસ્તુઓનો અંત કરી દેય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 1:17
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ તરત ઈસુએ તેઓને કીધુ કે, “હિંમત રાખો, એતો હું છું, બીવોમાં.”


એની ધાકથી સોકીદારો ધરુજી ઉઠયા અને અધમરા થય ગયા.


તઈ સ્વર્ગદુતે ઈ બાયુને કીધુ કે, બીવમાં, હું જાણું છું કે, વધસ્થંભે જડાયેલા ઈસુને તમે ગોતો છો.


પણ એના ચેલાઓમાંથી એક જેની ઉપર ઈસુ વધારે પ્રેમ રાખતો હતો, ઈ ઈસુની હામે નીસે મેજ ઉપર આડો પડયો હતો.


પિતરે પાછુ વળીને ઈ ચેલાને વાહે આવતો જોયો, જેની ઉપર ઈસુ વધારે પ્રેમ રાખતો હતો, અને જે ખાતી વખતે ઈસુની પાહે બેઠો હતો એણે પુછયું કે, “પરભુ, તને પકડાવવા વાળો કોણ છે?”


એણે મને કીધું કે, “જે કાય તુ ભાળશો, એને સોપડીમા લખીને ઈ હાત મંડળીઓને મોકલ જે આ શહેરોમાં છે. એફેસસ, સ્મર્ના, પર્ગામમ, થુઆતૈરા, સાર્દિસ, ફિલાડેલ્ફિયા અને લાઓદિકિયા.”


હું, યોહાન, આ પત્ર તમને હાતેય મંડળીઓના વિશ્વાસીઓ હાટુ લખી રયો છું, જે આસિયા પરદેશમા આવેલી છે, હું પ્રાર્થના કરું છું કે તમને પરમેશ્વર તરફથી કૃપા અને શાંતિ મળે, આ ઈ જ પરમેશ્વર છે; જે વખતની શરુઆતથી લયને અત્યાર હુધી અને સદાય હાટુ નથી બડલાતા, અને પરમેશ્વરની રાજગાદીની હામે જે હાત આત્માઓ છે એની તરફથી.


પરમેશ્વર જાહેર કરે છે કે, “હું આલ્ફા છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હુ જ ઓમેગા છું, જે બધીય વસ્તુઓનાં અંતનુ કારણ બનય. હુ ઈ જ છું; જે હાજર છે, જે સદાયથી હાજર હતો, અને જે સદાય હાજર રેહે. હું ઈ જ છું; જે બધીય વસ્તુઓ ઉપર અને બધાય લોકો ઉપર રાજ્ય કરું છું.”


આ સંદેશાને સ્મર્ના શહેરની મંડળીના જુથના સ્વર્ગદુતને લખ, “હું તમને આ વાતુ કય રયો છું હું પેલો છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હું જ છેલ્લો છું, જે બધીય વસ્તુઓનો અંત કરય. હું ઈ જ છું; જે મરી ગ્યોતો અને ફરીથી જીવતો થય ગયો.


“હું આલ્ફા છું જેણે બધીય વસ્તુઓની શરુઆત કરી, અને હુ જ ઓમેગા છું, જે બધીય વસ્તુઓનો અંત કરવાનું કારણ બનય.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ