પછી મે એકબીજા બળવાન સ્વર્ગદુતને, વાદળાથી ઘેરાયેલો સ્વર્ગથી ઉતરતા જોયો અને એક મેઘધનુષ એના માથાની સ્યારેય બાજુ હતો અને એનુ મોઢુ સુરજની જેવું સમકતું હતું અને એના પગ હળગતા થાંભલાની જેવા હતાં,
અને મે સ્વર્ગમાંથી કોકનો અવાજ હાંભળ્યો જે ઝરણાના ગરજવાના જેવો તેજ, કે ગડગડાહટની અવાજ જેવો ઉસો હતો. સંગીતકારો દ્વારા એની વીણા વગાડવાથી નીકળે એવા સંગીતની જેમ લાગતુ હતુ.
પછી મે જે હાંભળુ ઈ બોવ મોટા ટોળાનાં લોકોની રાડ નાખવાનો અવાજ લાગતો હતો, ઈ દરિયાની વિળોના અવાજ જેવો જોરદાર હતો અને વાદળાની ગડગડાહટ જેવો હતો એણે કીધું, “આવો આપડે પરમેશ્વરની મહિમા કરી, જે આપડા સર્વશક્તિશાળી પરમેશ્વર રાજા છે.”
થુઆતૈરા શહેરની મંડળીના સ્વર્ગદુતને આ લખ કે, “હું, પરમેશ્વરનો દીકરો જેની આખું આગની જ્વાળાની જેમ છે, અને જેના પગ પીતળની જેમ સમકે છે જેમ તેજ ગરમ આગમાં સમકે છે.” ઈ આ કેય છે,