Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ફિલિપ્પીઓને પત્ર 3:10 - કોલી નવો કરાર

10 હું જાણવા માગું છું અને મસીહનું મરેલામાંથી જીવતા ઉઠવું, એમ પાછા જીવી ઉઠવાના સામર્થ્યને અનુભવ કરવા ઈચ્છું છું હું એની હાટુ દુખ સહન કરવા દ્વારા એની હારે સંગત કરવા માગું છું જેમ એણે મારી હાટુ દુખ સહન કરયુ. હું એના મરણને અનુરૂપ થાવા માગું છું;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ફિલિપ્પીઓને પત્ર 3:10
34 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ તેઓને કીધુ કે, “તમે મારા હાટુ દુખ સહન કરશો ખરા, પણ મારી જમણી અને ડાબી બાજુ બેહવા દેવું ઈ મારૂ કામ નથી, પણ જેઓને મારા બાપે ગમાડયા છે, તેઓને હારૂ ઈ તૈયાર કરેલું છે.”


કોય પણ મારો જીવ મારી પાહેથી લય હકતો નથી, પણ હું મારી મરજીથી એને આપું છું મને એને આપવાનો અધિકાર છે, અને પાછો લય લેવાનો પણ અધિકાર છે. કેમ કે, આ ઈજ આજ્ઞા છે જે મને મારા બાપ પાહેથી મળી છે.


અને આ અનંતકાળનું જીવન છે કે, તેઓ તને ઓળખી હકે, ખાલી હાસા પરમેશ્વર અને ઈસુ મસીહ જેને તમે મોકલ્યો છે.


અને જો બાળકો છયી, તો વારસ પણ પરમેશ્વરનાં વારસ અને મસીહના સાથી વારસ છયી, જો આપડે ઈસુની જેમ દુખ સહન કરી તો આપડે એની મહિમામાં પણ ભાગીદાર થાહું.


કેમ કે, જેને એણે પેલાથી જ ગમાડી લીધો છે એને પેલાથી જ પાકુ કરી લીધું કે, ઈ પોતાના દીકરાની જેવો થય જાહે, જેથી એનો દીકરો ઘણાય બધાય ભાઈઓની વસે પેલો થાહે.


જેમ શાસ્ત્રમા લખવામાં આવ્યું છે, તમારી હાટુ દરોજ લોકો અમને જીવથી મારી નાંખવાની ધમકીઓ આપે છે, આપડે બલી હાટુ આધાર વગરના ઘેટાની જેમ અમને હમજે છે.


એણે જ આપણને મોતના મોટા જોખમમાંથી બસાવ્યા અને બસાયશે, અને એની ઉપર આપડી આ આશા છે કે, ઈ આગળ પણ આપણને બસાવતો રેહે.


કેમ કે, જેમ મસીહના લીધે ઘણાય દુખ અમારી ઉપર આવે છે, એમ જ મસીહ દ્વારા અમને પણ બોવ જ આશ્વાસન મળે છે.


ઈ નબળાયીના કારણે વધસ્થંભ ઉપર સઠાવવામાં આવ્યો, તો પણ પરમેશ્વરનાં સામર્થ્યથી જીવે છે, કેમ કે આપડે પણ એનામા નબળા છયી, આપડે એમ જ નબળા છયી જેમ મસીહ હતા, પણ પરમેશ્વરનાં સામર્થ્ય વડે આપડે તમારી હારે વ્યવહાર કરવા હાટુ એની હારે જીવશું.


ઈ એવું છે જેમ કે, જઈ મસીહ વધસ્થંભ ઉપર મરયો, તો હુય મરી ગ્યો, હવે હું જીવતો નથી, પણ મસીહ મારા હ્રદયમાં જીવે છે. જેમ હું હવે જીવી રયો છું, આ કારણે, જે કાય પણ હું આયા આ પૃથ્વી ઉપર રેતા કરું છું, ઈ હું પરમેશ્વરનાં દીકરા ઉપર ભરોસો કરીને કરું છું, જેણે મને પ્રેમ કરયો અને મારી બદલે મરી ગ્યો.


હવેથી આગળ કોય પણ મને વધારે તકલીફ નો દેય, કેમ કે, મારા દેહ ઉપર જે દાગ છે, તેઓ દેખાડે છે કે, હું ઈસુનો સેવક છું


આ ન્યા હુધી સાલું રેહે જ્યાં હુધી કે, આપડે પોતાના વિશ્વાસ અને પરમેશ્વરનાં દીકરાની વિષે આપડી હમજણમાં એક નથી થાતા. તઈ આપડે ડાયા થય જાહુ, જેમ કે, મસીહ છે અને આપડે પુરી રીતેથી એની જેમ થય જાહુ.


પણ ખરેખર બધીય વસ્તુથી મારા પરભુ મસીહ ઈસુને ઓળખવા ઈ જ મારી હાટુ વધારે મહત્વનું હમજુ છું; જેના કારણે મે બધીય વસ્તુઓને મુકી દીધી છે અને એને કસરો જ હમજુ છું જેથી હું મસીહને મેળવી હકુ.


હવે હું તમારી હાટુ જે દુખ ઉઠાઉ છું, એના કારણથી રાજી છું અને હું એક ધારો પોતાના દેહમાં દુખો સહન કરું છું જેમ મસીહે એના દેહની હાટુ કા મંડળી હાટુ સહન કરયુ.


અને જઈ તમે આપડા પાપો અને સુન્‍નતની જેમ તમારો ખરાબ સ્વભાવ નય કાપવાના કારણે મરેલા હતાં, તઈ પરમેશ્વરે તમને મસીહની હારે જીવતા કરયા અને આપડા બધાય અપરાધોને માફ કરયા.


આ એવુ છે કે, તમને પરમેશ્વરે મોતમાંથી જીવતો કરયો, જઈ એણે મસીહને મોતમાંથી જીવતો કરયો, ઈ હાટુ એની ઈચ્છા પુરી કરો જે સ્વર્ગમા પરમેશ્વર પાહે તમારી હાટુ છે, જ્યાં મસીહ પરમેશ્વરની જમણી બાજુ બેઠો છે જે બધાયથી માનવાળી જગ્યા છે.


આપડા પરભુ ઈસુ મસીહના બાપ પરમેશ્વરની સ્તુતિ થાય. પરમેશ્વરે આપડા પ્રત્યે પોતાની મહાન દયાથી આપણને એક નવુ જીવન આપ્યુ છે. કેમ કે, પરમેશ્વરે ઈસુ મસીહને મરેલામાંથી જીવતા કરયા, એણે આપણને બોવ જ આત્મવિશ્વાસની હારે જીવવાને લાયક બનાવ્યા છે; એટલે એમ કે, ઈ વસ્તુઓને મેળવવાની પુરી આશા રાખી હકી છયી, જે એણે આપણને દેવાનો વાયદો કરયો છે.


હું જાણું છું કે, જઈ હું હજી જીવતો છું, તો હારું છે, એના વિષે હું તમને સદાય વાત કરવાનું સાલું રાખુ, જેથી તમે એને ભુલી નો જાવ,


જો આપડે પરમેશ્વરની આજ્ઞાઓ પાળશું તો એનાથી આપડે ખબર પડી જાહે છે કે આપડી સંગતી પરમેશ્વરની હારે છે.


પણ જે કોય પરમેશ્વરનાં વચનનું પાલન કરે છે, એનામા ખરેખર પરમેશ્વરનો પ્રેમ પુરો થયો છે, અને અમને એનાથી જ ખબર પડે છે કે, આપડે પરમેશ્વરમાં બનેલા રેયી છયી.


હું જીવતો છું, ભલે હું એકવાર મરી ગયો હતો અને ખરેખર હું સદાય હાટુ જીવતો છું! મારી પાહે મોત ઉપર સત્તા છે અને હું અધોલોકનું નિયંત્રણ કરું છું


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ