Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ફિલિપ્પીઓને પત્ર 2:30 - કોલી નવો કરાર

30 કેમ કે, મસીહના કામ હાટુ ઈ મોતની પાહે આવી ગયો અને મારી હાટુ તમારી સેવામાં જે અધૂરું હતું ઈ પુરું કરવામા એણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ફિલિપ્પીઓને પત્ર 2:30
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ હું પોતાના જીવને કાય નથી હમજાવતો કે એને વાલો માનું, પણ આ કે હું પોતાની દોડ અને સેવાને પુરી કરું, જે મે પરમેશ્વરની કૃપાથી હારા હમાસાર ઉપર સાક્ષી દેવા હાટુ પરભુ ઈસુથી મેળવી છે.


એણે મારો જીવ બસાવવા હાટુ પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો. અને ખાલી હું જ નય પણ બિનયહુદીઓની આખી મંડળી પણ તેઓનો આભાર માંને છે.


કેમ કે, આપડુ આ દેહ જે સરળતાથી મરી જાય છે અને હડી જાય છે, એને એક દેહમાં બદલાય જાવું જોઈએ જે કોયદી મરતુ નથી અને કોયદી હડી જાતુ નથી.


હવે જો તિમોથી તમારી પાહે કરિંથ શહેરમાં આવે, તો એની હારે માનથી વ્યવહાર કરજો કેમ કે, ઈ પણ મારી જેમ પરભુનું કામ કરે છે.


અને હું સ્તેફનાસ અને ફોર્તુનાતસ અને અખાઈક્સના આવવાથી રાજી છું કેમ કે, તેઓ મારી મદદ કરે છે કે, જે તમે નોતા કરી હકતા.


હવે હું તમારી હાટુ મારૂ બધુય રાજીથી ખરસ કરય, એટલુ જ નય હું પોતાનો જીવ પણ ખરસી નાખય. જો હું તમને એટલો પ્રેમ કરું છું, તો શું તમે મને થોડોક પ્રેમ કરશો?


એમ અમારામાં મોત કામ કરે છે, પણ તમારામાં જીવન કામ કરે છે.


તમારો વિશ્વાસના બલિદાન ઉપર જો મારે પેયાર્પણ તરીકે રેડાવું પડે તો ઈ હાટુ હું રાજી છું અને તમારા બધાયની હારે રાજી રય હકુ છું


અને હાસીન ઈ માંદો થય ગયો હતો ન્યા હુધી કે, મરવાની અણી ઉપર હતો પણ પરમેશ્વરે એની ઉપર દયા કરીને એને હાજો કરયો, અને ખાલી એની ઉપર જ નય, પણ મારી ઉપર પણ કરી; જેથી મને વધારે દુખ સહન નો કરવુ પડે.


પણ હું પરભુમાં બોવ રાજી છું કે, હવે આટલા દિવસો પછી તમારો વિસાર મારા વિષે પાછો જાગૃત થયો છે, અને પાકું છે કે તમે શરૂઆતમાં પણ એનો વિસાર હતો, પણ તમને તક નો મળી.


મારી પાહે બધીય વસ્તુઓ છે; અને ઈય ઘણુય છે. તમારુ દાન એપાફ્રોદિતસની મારફતે મને મળ્યું છે. એથી હું સમૃદ્ધ છું ઈ તો સુગંધી ધૂપ પરમેશ્વરને ગમતું માન્ય બલિદાન છે.


હું એને મારી મદદ કરવા હાટુ આયા રાખવા માંગતો હતો; જઈ હું હારા હમાસારનો પરચાર કરવાને કારણે જેલખાનામાં છું ઈ મારી મદદ કરવા હાટુ તારી જગ્યા લય હકતો હતો કેમ કે, હું જાણું છું કે, તુ મારી મદદ કરવા માગે છે.


આપડા વિશ્વાસીઓએ શેતાન ઉપર જીત મેળવી છે, તેઓને એણે ઘેટાના બસ્સાના લોહીના સામર્થ્યથી હરાવ્યા છે, જે એને એના પાપોથી છોડાવવા હાટુ મરી ગયો હતો, તેઓએ એને હરાવી દીધો કેમ કે, તેઓએ આ અપનાવવાનુ સાલું રાખ્યુ કે ઘેટાનુ બસુ એનો પરમેશ્વર હતો, ન્યા હુધી કે એને હેરાન કરીને, મારી નાખવામા આવ્યો, પણ તેઓ પોતાને ઈ અપનાવવા હાટુ પાછા નો હટયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ