Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ફિલિપ્પીઓને પત્ર 2:25 - કોલી નવો કરાર

25 પણ મે એપાફ્રોદિતસને તમારી પાહે ફરીથી મોકલવાનું જરૂરી હમજુ, ઈ મારો ભાઈ અને કામમા ભાગીદાર અને સંદેશો પરચાર કરતાં વખતથી મારી હારે યોદ્ધાની જેમ ઉભો રેનારો, અને તમારો સંદેશાવાહક છે જેને તમે જરૂરી વાતોમાં મારી સેવા હારે હાલવા હાટુ મોકલ્યો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ફિલિપ્પીઓને પત્ર 2:25
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

હું તમને હાસે હાસુ કવ છું કે, ચાકર પોતાના માલિક કરતાં મોટો નથી, અને સંદેશો લીયાવનાર પોતાના મોકલનાર કરતાં મોટો નથી.


જેમ તે મને જગતમાં મોકલ્યો. એમ જ મે પણ તેઓને જગતમાં મોકલ્યા.


પ્રિસ્કીલાબહેન અને એનો ધણી આકુલાભાઈને જે ઈસુ મસીહમા મારી હારે કામ કરનારા છે એને સલામ કેજો.


મસીહમા આપડી હારે કામ કરનાર ઉર્બાનસને સલામ અને મારા વાલા સ્તાખુસને પણ મારી સલામ કેજો.


કેમ કે અમે પરમેશ્વરનાં સેવકો તરીકે હારે કામ કરનારા છયી; તમે પરમેશ્વરની ખેતી, અને પરમેશ્વરનાં ઘર છો.


પણ મારા આત્માને શાંતિ નોતી, કેમ કે તિતસ મારો ભાઈ મને મળ્યો નય; ઈ હાટુ તેઓથી વિદાય લયને હું મકદોનિયા પરદેશમાં ગયો.


એનુ મન તમારા બધાયમાં હતું, અને ઈ ઉદાસ રેતો હતો કેમ કે, તમે એની બીમારી વિષેના હમાસાર હાંભળા હતા.


મારી પાહે બધીય વસ્તુઓ છે; અને ઈય ઘણુય છે. તમારુ દાન એપાફ્રોદિતસની મારફતે મને મળ્યું છે. એથી હું સમૃદ્ધ છું ઈ તો સુગંધી ધૂપ પરમેશ્વરને ગમતું માન્ય બલિદાન છે.


વળી મારાં ખરા સાથીદાર, હું તને વિનવણી કરું છું કે, તુ ઈ બહેનોની મદદ કરજે કેમ કે, તેઓએ મારી હારે અને ક્લેમેન્ટની હારે અને મારા બીજા સહકારીઓ જેઓના નામ જીવનની સોપડીમા છે તેઓની હારે હારા હમાસારના પરચારના કામમા ખુબ જ વધારે મેનત કરી છે.


ઈજ શિક્ષણ તમે આપડા વાલા સાથી સેવક એપાફ્રાસથી શીખ્યું છે, જે આપડી હાટુ મસીહનો હાસો સેવક છે.


અને ઈસુ જેને લોકો યુસ્તસ કેય છે, ઈ તમને સલામ કેય છે કેમ કે, આ બધાય સુન્‍નતીઓમાંના યહુદી વિશ્વાસી લોકોમાંથી ખાલી આ ત્રણ માણસો ઈજ પરમેશ્વરનાં રાજ્ય હાટુ મારી હારે કામ કરે છે, અને તેઓએ મને બોવ હિમંત આપી છે.


અને અમે તિમોથીને તમારી પાહે મોકલ્યો જે મસીહના હારા હમાસારમાં અમારો વિશ્વાસી ભાઈ છે, અને પરમેશ્વરનો સેવક છે. ઈ તમને મજબુત કરે, અને તમારા વિશ્વાસને વધારવામાં મદદ કરે.


અને માર્ક આરિસ્તાર્ખસ અને દેમાસ અને લૂક જે મારી હારે પરભુનું કામ કરે છે તેઓ તને સલામ કરે છે.


ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે જે પરમેશ્વરનાં છો, તમને પરમેશ્વરે સ્વર્ગમાં પોતાની હારે ભાગીદાર થાવા હાટુ બોલાવ્યા છે, ઈ ઈસુ મસીહ ઉપર ધ્યાન રાખો જે આપણને ગમાડેલો ચેલો અને પ્રમુખ યાજક કેય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ