Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ફિલિપ્પીઓને પત્ર 2:21 - કોલી નવો કરાર

21 કેમ કે, બધાય પોતાના સ્વાર્થ ગોતવામા રેય છે, અને ઈસુ મસીહની વાતો વિષે સીન્તા નથી કરતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ફિલિપ્પીઓને પત્ર 2:21
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

પછી ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “જો કોય મારો ચેલો બનવા માગે, તો એણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્થંભ ઉસકીને મારી વાહે આવવું.”


જો કોય પણ મારી પાહે આવે જે એના બાપને, માંને, બાયડીને, બાળકોને, ભાઈઓને અને બહેનોને મારા કરતાં વધારે પ્રેમ કરે છે, ઈ મારો ચેલો નો થય હકે. ઈ પોતાની જાતને પ્રેમ કરે એના કરતાં વધીને મને પ્રેમ કરવો જોયી.


પાઉલ અને એના સાથીઓ પાફોસ શહેરથી દરિયાની યાત્રા સાલું કરી, અને ઈ પમ્ફૂલીયા પરદેશના પેર્ગા શહેરમાં પુગી ગયા. ન્યાંથી યોહાન માર્ક એને મુકીને યરુશાલેમ શહેરમાં પાછો વયો ગયો.


પણ પાઉલને એને જે પમ્ફૂલીયા પરદેશમા એનાથી અલગ પડી ગયા હતાં, અને કામ ઉપર એની હારે નો ગયા, એને હારે લય જાવું ઠીક નોતુ લાગતું.


બધાય આપડા નથી, પણ બીજાની ભલાયના વિષે પણ ધ્યાન રાખો.


પ્રેમ અલગ રીતે વરતતો નથી, પોતાનું જ હિત ગોતતો નથી, ખીજાતો નથી, કોયનું ખરાબ ઈચ્છતો નથી;


કેમ કે, જેમ મસીહના લીધે ઘણાય દુખ અમારી ઉપર આવે છે, એમ જ મસીહ દ્વારા અમને પણ બોવ જ આશ્વાસન મળે છે.


તમારામાથી દરેક માણસ ખાલી પોતાની ભલાય હાટુ નય, પણ બીજાની ભલાય હાટુ વિસારો.


તુ જાણે છે કે, આસિયા પરદેશમા રેનારા કેટલાય વિશ્વાસી લોકોએ મને છોડી દીધો છે, એનામાંથી ફુગિલસ અને હેર્મોગેનેસ પણ છે.


કેમ કે લોકો પોતાની જ ભલાય હાટુ સીંતા કરશે, રૂપિયાના લોભી, પોતાની વાહવાહી કરનારા, અભિમાની, નિંદા, બીજાનું અપમાન કરનારા, માં-બાપની આજ્ઞા નો માનનારા, બીજાઓનો આભાર નો માનનારા, પરમેશ્વરને નો માનનારાઓ,


કેમ કે, દેમાસે જગતની વસ્તુથી પ્રેમ કરીને મને છોડી દીધો છે, અને થેસ્સાલોનિકા શહેરમાં વયો ગયો છે, ક્રેસ્કેન્સ ગલાતિયા પરદેશ અને તિતસ દલ્માતી વયો ગયો છે.


પેલીવાર રોમ શહેરમાં ન્યાય કરનારાની હામે મારે ઉભા રેવું પડયું, જેથી જેઓએ મારી ઉપર ખોટા કામ કરવાનો આરોપ લગાડો હતો, એનો જવાબ હું એને આપી હકુ, તઈ કોય પણ મારી બાજુથી સાક્ષી બનવા હાટુ આવ્યા નય, પણ બધાય મને મુકીને વયા ગયા. હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તેઓને માફ કરે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ