Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ફિલિપ્પીઓને પત્ર 1:20 - કોલી નવો કરાર

20 મારી બોવ ઈચ્છા અને આશા આ છે કે, હું કોય વાતોમાં આબરૂ વગરનો નો થાવ, પણ મને ઈસુ મસીહ વિષે બોલવાની હિંમત થાય, જેમ કે, મે પેલાના દિવસોમાં કરયુ હતું. ભલે હું જીવતો રવ કે, મરી જાવ, પણ હું મારા પુરા જીવનથી ઈસુ મસીહને માન આપતો રેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ફિલિપ્પીઓને પત્ર 1:20
41 ပူးပေါင်းရင်းမြစ်များ  

હવે ઈસુએ પિતર કેવી રીતે મરશે, અને પરમેશ્વરની મહિમા પરગટ કરશે. ઈ બતાવવા હાટુ કીધું ઈ કેવાનું પુરું થયા પછી એણે પિતરને કીધું કે, “તુ મારો ચેલો બન.”


પણ હું પોતાના જીવને કાય નથી હમજાવતો કે એને વાલો માનું, પણ આ કે હું પોતાની દોડ અને સેવાને પુરી કરું, જે મે પરમેશ્વરની કૃપાથી હારા હમાસાર ઉપર સાક્ષી દેવા હાટુ પરભુ ઈસુથી મેળવી છે.


પણ પાઉલે જવાબ દીધો કે, “તમે શું કામ, રોય-રોયને મારું હ્રદય દુભાવો છો? હું તો પરભુ ઈસુના નામ હાટુ યરુશાલેમ શહેરમાં બંધાવા હાટુ જ નય, મરવા હાટુ હોતન તૈયાર છું.”


જઈ પ્રાર્થના પુરી કરી લીધી, તો ઈ જગ્યા હલી ગય જ્યાં ઈ બેઠા હતાં, અને ઈ બધાય પવિત્ર આત્મામાંથી ભરપૂર થય ગયા, અને ઈ પરમેશ્વરનાં વચનનો દ્રઢતાથી પરચાર કરવા મંડયા.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને પરમેશ્વરની દયાને યાદ કરાવીને વિનવણી કરું છું કે, પોતાના દેહનુ જીવતુ, અને પવિત્ર, અને પરમેશ્વરને ગમે એવુ બલિદાન કરો, ઈ જ તમારુ ભજન કરવાનું હાસું કારણ છે.


આશા શરમાવતી નથી; કેમ કે, આપણને આપેલા પવિત્ર આત્માથી આપડા હૃદયમાં પરમેશ્વરનો પ્રેમ વહેડાવાયો છે.


અને તમારા દેહના અંગોને અન્યાયની વસ્તુ થાવા હાટુ પાપને નો હોપો, પણ મરણમાંથી જીવતા થયેલા જેવા તમે પોતાને પરમેશ્વરને હોપો અને તમારા દેહના અંગોને ન્યાયીપણાની વસ્તુ થાવા હાટુ પરમેશ્વરને હોપો.


હું દરોજના જીવનમાંથી એક દાખલાનો ઉપયોગ કરીને કવ છું જેવી રીતે તમે પોતાના દેહના અંગોને અશુદ્તા અને પાપી કામોના ગુલામ કરીને હોપી દીધા હતાં, એવી જ રીતે હવે પોતાના અંગોને પવિત્રતાની હાટુ ન્યાયી જીવન જીવવા હાટુ હોપી દયો.


કેમ કે, સૃષ્ટિ મોટી આશાભરી નજરથી પરમેશ્વરનાં બાળકોને પરગટ થાવાની વાટ જોયા કરે છે.


જેમ શાસ્ત્રમા લખેલુ છે, જોવ હું સિયોનમાં એક એવો પાણો મુકુ છું જે લોકોને ઠેય ખવડાવીને પડવાનું કારણ બને છે, અને એવી ભેખડ જે લોકોને પાડશે અને જે એની ઉપર વિશ્વાસ કરશે, ઈ શરમાહે નય.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું દરોજ મોતને ભેટું છું, હું જે કવ છું ઈ ખરેખર હાસુ છે જેમ કે, ઈ પણ હાસુ છે કે, હું ખરેખર રાજી છું કેમ કે, તમે અમારા પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો છો.


કેમ કે, પરમેશ્વરે તમને કિમંતની જેમ પોતાનું જીવન દેયને તમને બસાવી લીધા છે, ઈ હાટુ પોતાના દેહ દ્વારા પરમેશ્વરની મહિમા કરો.


એમ જ પવણેલી અને કુંવારીઓમાં પણ જુદુ છે. જેણે લગન કરેલી નથી ઈ બાયઓ પરભુની વાતોની કાળજી રાખે છે કે, ઈ દેહમાં અને આત્મામાં પવિત્ર થાય; પણ પવણેલીઓ જગતની સીંતા કરે છે કે, ધણીને કેવી રીતે રાજી રાખવો.


પરભુએ આપણને આપેલા અધિકારનો મેં બોવ અભિમાન કરયો હોવા છતાય હું શરમાતો નથી. આ અધિકાર તમને નીસે પસાડવા હાટુ નય, પણ તમારી પ્રગતિ હાટુ છે.


ઈ હાટુ આવી આશા રાખીને આપડે હિંમતથી બોલી છયી,


અમે સદાય ઈસુનું મરણ અમારા દેહમાં રાખી છયી, ઈ હારું કે, ઈસુનું જીવન અમારા દેહથી દેખાડી હકાય.


અને મસીહ બધાય લોકોની હાટુ મરી ગયો, જેથી અત્યારે જે જીવતા છે, તેઓ પોતાની જાતને રાજી કરવા હાટુ નય પણ જે તેઓની હાટુ મરી ગયો અને મરણમાંથી પાછો જીવતો થય ગયો એની હાટુ જીવે.


કેમ કે મેં તેઓની હામે તમારી વિષે અભિમાન કરયુ હતું, તો મને એની હાટુ શરમાવું નો પડયું અને સદાય આપડે તમે જે કીધું ઈ હાસુ જ હતું. ઈ જ રીતેથી તિતસની હામે આપડે અભિમાન કરયુ છે ઈ પણ હાસુ થયુ છે.


હું તમારી હારે વાત કરવામાં બોવ વિશ્વાસથી બોલું છું, મને તમારી વિષે બોવ ગૌરવ છે, મને દિલાસા ભરપૂર મળ્યો છું, અમારી બધાય દુખો હું રાજી ખુશીથી ભરપૂર રેવ છું


અને પરભુમાં જે ભાઈઓ અને બહેનો છે, તેઓમાંથી ઘણાય બધાય મારા જેલખાનામાં હોવાને કારણે એટલા હિમંતવાન થય ગયા છે કે, કોય પણ બીક રાખ્યા વગર પરમેશ્વરનું વચન પરચાર કરે છે.


તમારો વિશ્વાસના બલિદાન ઉપર જો મારે પેયાર્પણ તરીકે રેડાવું પડે તો ઈ હાટુ હું રાજી છું અને તમારા બધાયની હારે રાજી રય હકુ છું


હવે હું તમારી હાટુ જે દુખ ઉઠાઉ છું, એના કારણથી રાજી છું અને હું એક ધારો પોતાના દેહમાં દુખો સહન કરું છું જેમ મસીહે એના દેહની હાટુ કા મંડળી હાટુ સહન કરયુ.


હવે શાંતિનો પરમેશ્વર પોતે તમને પુરી રીતે પવિત્ર કરે આપડા પરભુ ઈસુ મસીહના પાછા આવતાં હુંધી તમારો આત્મા અને પ્રાણ અને દેહ પુરેપુરી રીતેથી નિરદોષ રાખવામાં આવે.


પણ મસીહ હોવાના કારણે જો તમે દુખ સહન કરો, તો શરમાતા નય, પણ પરમેશ્વરની મહિમા કરો કેમ કે, તમે મસીહના છો.


હવે બાળકો, મસીહની હારે સંગતીમાં સદાય હાટુ બનેલા રયો, જેથી જઈ ઈ પાછા જગતમાં આવે તો આપણને હિંમત હોય અને આપડે એને આવવાથી એની હામે શરમાવાનું નો થાય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ