6 હું પ્રાર્થના કરું છું કે, વિશ્વાસીઓની હારે તારી જે સંગતી છે, તારી આ બધીય હારી વાતો જાણવા દ્વારા જે પરમેશ્વરે આપણને આપી છે, વધતી જાય. આ બધીય મસીહની મહિમાના લીધે થાવ.
ઈ હાટુ, વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જે-જે વાતુ હાસી છે, અને જે-જે વાતો માન આપવાને લાયક છે, અને જે-જે વાતો ન્યાયી છે, જે-જે વાતો પવિત્ર છે, અને જે-જે વાતો હારી છે, અને જે-જે વાતો વખાણ કરવામા આવે છે, જેમ કે, જે પણ બોવ હારી અને માનનીય છે, ઈ બાબતો વિષે વિસાર કરો.
ઈ હાટુ જે દીવસથી આ હાંભળ્યું છે, અમે પણ સદાય તમારી હાટુ આ પ્રાર્થના કરી રયા છયી, અને પરમેશ્વરને વિનવણી કરી છયી જેથી પરમેશ્વરની આત્મા તમે જ્ઞાન અને બુદ્ધિ આપે જેનાથી તમે ઈચ્છાઓને પુરી રીતે હમજી હકો.
ખાલી એટલુ જ નય, તારે વિશ્વાસીઓને શીખવાડતું રેવું જોયી કે, પોતાના ધ્યાનને હારા કામ કરવા હાટુ સખત મેનત કરતુ રેવું, જેથી ઈ લોકોની જરૂરીયાતોને પુરી કરી હકે, અને ઈ એક હેતુથી હારું જીવન જીવી હકે.
હે મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો કોય કેય કે, હું પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરું છું, પણ ઈ બીજાની હાટુ ભલુ કામ નો કરે તો ઈ કાય કામનો નથી, અને એની જેવો વિશ્વાસ કોયદી એનુ તારણ નય કરી હકે.
એની હારે હારો વેવાર કરતાં રયો જે પરમેશ્વરને નથી જાણતા. જો તમે આવું કરશો, જો કે તેઓ કેહે કે, તમે ભુંડાય કરો છો તેઓ જોહે કે, તમે હારા કામ કરો છો, અને પરમેશ્વરનાં આવવાના દિવસે પરમેશ્વરની સ્તુતિ કરશો.
તમારે વિશ્વાસી બાયુઓએ પોતાના ધણીઓને આધીન રેવું જોયી, આવું ઈ હાટુ કરો કેમ કે, જો એમાંથી કોય મસીહના સંદેશા ઉપર વિશ્વાસ નથી કરતી તોય તમારે એને કાય કીધા વિના જ વિશ્વાસુ બની હકે છે.