21 મે તને આ પત્ર એટલા હાટુ લખ્યું છે કેમ કે, મને વિશ્વાસ છે કે, તુ ઈ કરશે જે કરવાનું હું તને વિનવણી કરું છું અને મને ખબર છે કે, તુ એનાથી પણ વધારે કરય, જે હું તને કરવાની વિનવણી કરું છું
અને તઈ હું ઈ વાતોને લીધે આ પત્ર તમને લખુ છું કે, ન્યા એવુ નો થાય કે, મારા આવવાથી, જેનાથી મને ખુશી મળવી જોયી, હું તેઓથી દુખી થય જાવ, કેમ કે મને તમારી બધાય ઉપર આ વાતોનો ભરોસો છે કે, જે મારી ખુશી છે, ઈ જ તમારી બધાયની પણ છે.
અને તેઓની હારે આપડે અને એક વિશ્વાસી ભાઈને પણ મોક્લીયા છે, જેને આપડે વારા-ઘડીયે પારખી છયી અને ઈ બોવ બધી વાતોમાં મદદ કરવામાં ઉત્સાહ દેખાડે છે, પણ હવે એને તમારી ઉપર બોવ જ ભરોસો છે, આ કારણે ઈ બોવ વધારે મદદ કરવા હાટુ ઉત્સાહી છે.
હું પરમેશ્વર ઉપર વિશ્વાસ કરું છું કે, ઈ તમને ખોટા શિક્ષણ ઉપર વિશ્વાસ કરવાથી બસાવી રાખશે. પણ જે માણસ તમારી હાટુ મુશ્કેલીઓ ઉભી કરે છે ઈ કોય પણ હોય, પરમેશ્વર દ્વારા સજા પામશે.